Drink
સમર વેકેશનમાં ઘરે આવતા મહેમાનો પીવડાવો રોઝ તાજ મોકટેલ, ફટાફટ નોંધી લો રીત
ઉનાળામાં વેકેશન શરુ થાય એટલે ઘરમાં મહેમાનોની અવરજવર પણ વધી જાય છે. જ્યારે પણ ઘરમાં મહેમાન આવે ત્યારે તેમને મોટાભાગે આઈસ્ક્રીમ, સોડા, શરબત પીસરવામાં આવે છે. પરંતુ આ વખતે જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે આ ત્રણેય વસ્તુથી બનતું મોકટેલ પીરસજો. આ મોકટેલ ફટાફટ બની જાય છે અને તેનો સ્વાદ પણ મહેમાનોને દાઢે વળગી જશે.
રોઝ તાજ મોકટેલ માટેની સામગ્રી
રોઝ સીરપ – 3 ચમચી
સ્ટ્રોબેરી સીરપ – 2 ચમચી
આઈસક્રીમ – 2 ચમચી
લીંબુ સોડા
બરફ
રોઝ તાજ મોકટેલ બનાવવાની રીત
1. એક સર્વિંગ ગ્લાસ લેવો તેમાં સ્ટ્રોબેરી સીરપ સૌથી પહેલા એડ કરવું.
2. તેની ઉપર રોઝ સીરપ એડ કરવું.
3. ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરવા અને તેને મિક્સ કરી લેવું.
4. સીરપમાં આઈસક્રીમ ઉમેરવું.
5. સૌથી છેલ્લે તેમાં ગ્લાસ ભરાય એટલી લીંબુ સોડા ઉમેરવી અને સર્વ કરવું.
રોઝ તાજ મોકટેલ બનાવવાના સ્ટેપ્સ
એક સર્વિંગ ગ્લાસ લેવો તેમાં સ્ટ્રોબેરી સીરપ સૌથી પહેલા એડ કરવું.
તેની ઉપર રોઝ સીરપ એડ કરવું.
ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરવા અને તેને મિક્સ કરી લેવું.
સીરપમાં આઈસક્રીમ ઉમેરવું.
સૌથી છેલ્લે તેમાં ગ્લાસ ભરાય એટલી લીંબુ સોડા ઉમેરવી અને સર્વ કરવું.
રોઝ તાજ મોકટેલ બનાવવાનો વીડિયો