salad
ઘરે બનાવો નાના-મોટા સૌને ભાવે તેવું રશિયન સલાડ
સલાડ દરેક ઘરમાં રોજ બને છે. સામાન્ય રીતે સલાડમાં કોબી, ગાજર, બીટ જેવી વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. પરંતુ આજે તમને સલાડની નવી વેરાયટી વિશે જણાવીએ. ઉનાળાની સીઝનમાં તમે ઘરે રશિયન સલાડ બનાવીને પીરસી શકો છો. આ સલાડને ઠંડુ પણ સર્વ કરી શકાય છે અને તે એકદમ ટેસ્ટી બને છે.
રશિયન સલાડ માટેની સામગ્રી
સમારેલું સફરજન – 1 નંગ
સમારેલા બાફેલા બટેટા – અડધો કપ
બાફેલા વટાણા – અડધો કપ
ગાજર – પા કપ
અનાનસ – અડધો કપ
મેયોનિઝ – 1 કપ
ક્રીમ – 1/2 કપ
કેસ્ટર સુગર – 4 ચમચી
મરી પાવડર – 1/2 ચમચી મરી પાવડર
મીઠું સ્વાદ અનુસાર
રશિયન સલાડ બનાવવાની રીત
1. એક મોટા બાઉલમાં મેયોનિઝ અને ક્રીમ લેવું અને તેને બીટરથી મિક્સ કરી લેવું
2. આ મિશ્રણમાં ખાંડ, મીઠું અને મરી પાવડર ઉમેરી ફરીથી બરાબર બીટ કરવું.
3. 5 મિનિટ બાદ તેમાં સમારેલું સફરજન અને બાફેલું બટેટું ઉમેરવું.
4. તેમાં ગાજર, વટાણા અને અનાનાસ ઉમેરવું.
5. બધી વસ્તુને બરાબર મિક્સ કરવું. ( આ સલાડમાં તમને ભાવતાં ફ્રુટ અને વેજીટેબલ્સ જેમકે દ્રાક્ષ, સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય છે)
6. સલાડને મિક્સ કરી અને સર્વ કરવું.
રશિયન સલાડ બનાવવાના સ્ટેપ્સ
એક મોટા બાઉલમાં મેયોનિઝ અને ક્રીમ લેવું અને તેને બીટરથી મિક્સ કરી લેવું
આ મિશ્રણમાં ખાંડ, મીઠું અને મરી પાવડર ઉમેરી ફરીથી બરાબર બીટ કરવું.
5 મિનિટ બાદ તેમાં સમારેલું સફરજન અને બાફેલું બટેટું ઉમેરવું.
તેમાં ગાજર, વટાણા અને અનાનાસ ઉમેરવું.
બધી વસ્તુને બરાબર મિક્સ કરવું. ( આ સલાડમાં તમને ભાવતાં ફ્રુટ અને વેજીટેબલ્સ જેમકે દ્રાક્ષ, સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય છે)
સલાડને મિક્સ કરી અને સર્વ કરવું.
રશિયન સલાડ બનાવવાનો વીડિયો