snacks
સુરતના પ્રખ્યાત ઈદડા બનાવવાની પરફેક્ટ રીત
ગુજરાતી નાસ્તાની વાત આવે અને ઢોકળાનું નામ ન આવે તેવું તો શક્ય જ નથી. ખાસ કરીને ઢોકળાની જ એક વેરાઈટી છે ઈદડા. તેમાં પણ સુરતી ઈદડા તો વર્લ્ડ ફેમસ વાનગી છે. ઈદડા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે. ઈદડા એવી વાનગી છે જેને તમે કોઈપણ સમયે ખાઈ શકો છો. તો ચાલો કેરીના રસની આ સીઝન શરુ થઈ છે તો તમને રસ સાથે જોડી જમાવે તેવા ઈદડા બનાવવાની પરફેક્ટ રીત પણ જણાવી દઈએ.
ઈદડા બનાવવાની સામગ્રી
ચોખા – 1 કપ
અડદની દાળ – અડધો કપ
મેથી દાણા – 2 ચમચી
આદુ,મરચાંની પેસ્ટ – 1 ચમચી
તેલ – 2 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
સોડા – એક ચમચી
રાઈ – 1 ચમચી
લીમડાના પાન – 8થી 10
ઈદડા બનાવવાની રીત
1. ઈદડાનું ખીરું બનાવવા માટે ચોખા, અડદની દાળ અને મેથીને રાત્રે પાણીમાં 5 કલાક માટે પલાળી દેવા. 5 કલાક બાદ બધી જ સામગ્રીમાંથી પાણી કાઢી તેને મિક્સરમાં વાટી લેવું. વાટેલા ખીરાને 7 થી 8 કલાક માટે ઢાંકીને રાખી દેવું જેથી તેમાં આથો બરાબર આવી જાય.
2. ઈદડા બનાવવા માટે સૌથી પહેલા તૈયાર કરેલું ખીરું બાઉલમાં લેવું. તેમાં આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. આ મિશ્રણ તૈયાર થાય ત્યારે સાઈડમાં સ્ટીમર પણ ગરમ કરવા મુકી દેવું.
3. ત્યારબાદ ઈદડાના મિશ્રણમાં એક ચમચી સોડા ઉમેરી તેના પર 2 ચમચી પાણી ઉમેરવું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. ત્યારબાદ મિશ્રણને બરાબર હલાવી લેવું.
4. ત્યારબાદ જે પ્લેટમાં ઢોકળા મુકવાના છે તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવી અને તેમા ઈદડાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરવું અને તેના ઉપર મરી પાવડર અને લાલ મરચું પાવડર છાંટી તેને 15 મિનિટ માટે સ્ટીમ કરવા મુકી દેવું.
5. 15 મિનિટ પછી સ્ટીમર ખોલી ચાકુ વડે ઈદડા ચેક કરી લેવા અને તેને સ્ટીમરમાંથી બહાર કાઢી તેના પર થોડું તેલ લગાવવું અને તેને કટ કરી લેવા.
6. ઈદડા કટ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેનો વખાર તૈયાર કરવો.
7. વઘાર કરવા માટે વઘારીયામાં થોડું તેલ લેવું તેમાં એક ચમચી રાઈ, લીમડાના પાનના ઉમેરી તેને ઈદડા પર સ્પ્રેડ કરો અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
ઈદડા બનાવવાના સ્ટેપ્સ
ઈદડાનું ખીરું બનાવવા માટે ચોખા, અડદની દાળ અને મેથીને રાત્રે પાણીમાં 5 કલાક માટે પલાળી દેવા. 5 કલાક બાદ બધી જ સામગ્રીમાંથી પાણી કાઢી તેને મિક્સરમાં વાટી લેવું. વાટેલા ખીરાને 7 થી 8 કલાક માટે ઢાંકીને રાખી દેવું જેથી તેમાં આથો બરાબર આવી જાય.
ઈદડા બનાવવા માટે સૌથી પહેલા તૈયાર કરેલું ખીરું બાઉલમાં લેવું. તેમાં આદુ-મરચાંની પેસ્ટ, મીઠું અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરવું. આ મિશ્રણ તૈયાર થાય ત્યારે સાઈડમાં સ્ટીમર પણ ગરમ કરવા મુકી દેવું.
ત્યારબાદ ઈદડાના મિશ્રણમાં એક ચમચી સોડા ઉમેરી તેના પર 2 ચમચી પાણી ઉમેરવું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય. ત્યારબાદ મિશ્રણને બરાબર હલાવી લેવું.
ત્યારબાદ જે પ્લેટમાં ઢોકળા મુકવાના છે તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવી અને તેમા ઈદડાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરવું અને તેના ઉપર મરી પાવડર અને લાલ મરચું પાવડર છાંટી તેને 15 મિનિટ માટે સ્ટીમ કરવા મુકી દેવું.
15 મિનિટ પછી સ્ટીમર ખોલી ચાકુ વડે ઈદડા ચેક કરી લેવા અને તેને સ્ટીમરમાંથી બહાર કાઢી તેના પર થોડું તેલ લગાવવું અને તેને કટ કરી લેવા.
ઈદડા કટ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ તેનો વખાર તૈયાર કરવો.
વઘાર કરવા માટે વઘારીયામાં થોડું તેલ લેવું તેમાં એક ચમચી રાઈ, લીમડાના પાનના ઉમેરી તેને ઈદડા પર સ્પ્રેડ કરો અને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
ઈદડા બનાવવાનો વીડિયો