snacks
સુરતી લોચો બનાવવાની પરફેક્ટ રીત
સ્ટ્રીટ ફૂડનું નામ આવતાની સાથે જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ મોટાભાગે સ્ટ્રીટ ફૂડ હેલ્ધી હોતા નથી તેથી લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ આજે તમને સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની રેસિપી જણાવીએ. આ વાનગી હેલ્ધી પણ છે અને ઘરે ઝટપટ બની પણ જાય છે. આ વાનગી છે સુરતી લોચો. સુરતી લોચો તમે બહાર ટેસ્ટ કર્યો પણ હશે પરંતુ તેને તમે તમારા ઘરે સરળતાથી બનાવી પણ શકો છો.
સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી
ચણાની દાળ – દોઢ કપ
દહીં – એક કપ
આદુની પેસ્ટ – 1 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 2 ચમચી
મરી પાવડર – 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ – જરૂર અનુસાર
મરચું પાવડર- 1 ચમચી
હળદર- 1/2 ચમચી
ઈનો – 1/2 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
સુરતી લોચો બનાવવાની રીત
1. સૌથી પહેલા ચણાની દાળ બરાબર રીતે ધોઈ અને 2 કલાક પલાળવી. 2 કલાક પછી તેનું પાણી બદલી તેને ચોખ્ખા પાણીમાં ફરીથી 5 કલાક માટે પલાળવી. 5 કલાક પછી દાળને ફરીથી ધોઈ અને તેને પાણીમાંથી નિતારી લેવી.
2. પલાળેલી ચણાની દાળને મિક્સરમાં વાટવા માટે લેવી. સાથે તેમા એક કપ દહીં ઉમેરવું. દહીંને બદલે તમે છાશ પણ લઈ શકો છો. છાલ લેવી હોય તો બે થી અઢી કપ લેવી.
3. દાળ અને દહીંમાં મીઠું, હળદર અને આદુ-મરચાંની પેસ્ટ પણ ઉમેરી અને કરકરું પીસી લેવું.
4. લોચાના બેટરમાં પાણી થોડું વધારે ઉમેરવું અને પાતળું બેટર બનાવવું. તૈયાર બેટરને ઢાંકી અને 6 કલાક આથો આવે તે માટે ગરમ જગ્યા પર મુકી દેવું.
5. આથો આવે પછી જરૂર જણાય તો મીઠું, હળદર અને મરચું પાવડર ઉમેરી દેવા. અને સ્ટીમરને ગરમ કરવા મુકવું.
6. સ્ટીમરની પ્લેટને તેલ લગાડી ગ્રીસ કરી લેવી. ત્યારબાદ બેટરમા ઈનો ઉમેરી તેને બરાબર હલાવી લેવું. હવે લોચાનું બેટર સ્ટીમરની પ્લેટમાં બરાબર રીતે પાથરવું. અને તેને સ્ટીમ કરવા મુકવું.
7. લોચા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી મરી પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈ બરાબર મિક્સ કરી લેવું.
8. 10 થી 12 મિનિટ બાદ સ્ટીમરમાંથી લોચો બહાર કાઢી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી લોચાનો મસાલો, સિંગ તેલ અને સેવ વડે ગાર્નિસ કરી સર્વ કરો.
સુરતી લોચો બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા ચણાની દાળ બરાબર રીતે ધોઈ અને 2 કલાક પલાળવી. 2 કલાક પછી તેનું પાણી બદલી તેને ચોખ્ખા પાણીમાં ફરીથી 5 કલાક માટે પલાળવી. 5 કલાક પછી દાળને ફરીથી ધોઈ અને તેને પાણીમાંથી નિતારી લેવી.
પલાળેલી ચણાની દાળને મિક્સરમાં વાટવા માટે લેવી. સાથે તેમા એક કપ દહીં ઉમેરવું. દહીંને બદલે તમે છાશ પણ લઈ શકો છો. છાલ લેવી હોય તો બે થી અઢી કપ લેવી.
દાળ અને દહીંમાં મીઠું, હળદર અને આદુ-મરચાંની પેસ્ટ પણ ઉમેરી અને કરકરું પીસી લેવું.
લોચાના બેટરમાં પાણી થોડું વધારે ઉમેરવું અને પાતળું બેટર બનાવવું. તૈયાર બેટરને ઢાંકી અને 6 કલાક આથો આવે તે માટે ગરમ જગ્યા પર મુકી દેવું.
આથો આવે પછી જરૂર જણાય તો મીઠું, હળદર અને મરચું પાવડર ઉમેરી દેવા. અને સ્ટીમરને ગરમ કરવા મુકવું.
સ્ટીમરની પ્લેટને તેલ લગાડી ગ્રીસ કરી લેવી. ત્યારબાદ બેટરમા ઈનો ઉમેરી તેને બરાબર હલાવી લેવું. હવે લોચાનું બેટર સ્ટીમરની પ્લેટમાં બરાબર રીતે પાથરવું. અને તેને સ્ટીમ કરવા મુકવું.
લોચા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી મરી પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈ બરાબર મિક્સ કરી લેવું.
10 થી 12 મિનિટ બાદ સ્ટીમરમાંથી લોચો બહાર કાઢી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી લોચાનો મસાલો, સિંગ તેલ અને સેવ વડે ગાર્નિસ કરી સર્વ કરો.
સુરતી લોચો બનાવવાનો વીડિયો