starters
5 મિનિટમાં નવા સ્વાદ સાથે બનાવો મમરાની સ્ટીક
મમરા એવી વસ્તુ છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. મમરામાંથી અલગ અલગ વસ્તુઓ બને છે. નાસ્તામાં વઘારેલા મમરા, મમરાની ભેટ, મમરાની ચટપટી જેવી સ્વાદિષ્ટ વેરાઈટી બનાવીને ખાઈ શકાય છે. આ સિવાય મમરામાંથી બનેલા લાડુ પણ તમે ખાધા હશે. પરંતુ આજે તમને મમરામાંથી અલગ જ વેરાઈટી બનાવતા શીખવાડીએ. મમરામાંથી બનતું સ્ટાર્ટર એટલે કે મમરાની સ્ટીક બનાવવાની રીત જણાવીએ.
મમરાની સ્ટીક બનાવવાની સામગ્રી
મમરા – એક મોટો બાઉલ
દહીં – એક વાટકી
ચણાનો લોટ – અડધી વાટકી
બાફેલું બટેટું – 1 ( મેશ કરેલું )
ઝીણી સમારેલી ડુંગળી – 1 નંગ
તલ અને સીંગદાણાનો ભુક્કો – અડધી વાટકી
ગાજરનું ખમણ – અડધી વાટકી
આદુ, લસણ, મરચાંની પેસ્ટ – 1 ચમચી
કોથમીર
કેપ્સીકમ – અડધી વાટકી
ચાટ મસાલો – 1 ચમચી
મરચું પાવડર – 2 ચમચી
હળદર – અડધી ચમચી
આમચુર પાવડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
મીઠું- સ્વાદ પ્રમાણે
તેલ
મમરાની સ્ટીક બનાવવાની રીત
1. સૌથી પહેલા મમરાને સ્ટેનરમાં લઈ તેને પાણીથી વોશ કરવા. પછી બધું જ પાણી નિતારી વોશ કરેલા મમરાને એક બાઉલમાં લેવા.
2. ત્યારબાદ મમરામાં દહીં ઉમેરવું અને બરાબર મિક્સ કરી 15 મિનિટ ઢાંકીને રાખી દેવું. 15 મિનિટ પછી તેને બરાબર મિક્સ કરો.
3. દહીં અને મમરાના મિશ્રણમાં મેશ કરેલું બાફેલું બટેટું અને ચણાનો લોટ ઉમેરવો અને બરાબર મિક્સ કરવું.
4. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને એક ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવી. બધી જ સામગ્રીમાં કેપ્સીકમ, તલ અને સિંગદાણાનો ભુક્કો, ગાજરનું ખમણ ઉમેરવું.
5. આ મિશ્રણમાં ચાટ મસાલો, મરચું પાવડર, હળદર, આમચુર પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરવું. આ મીશ્રણને હાથથી બરાબર મિક્સ કરવું.
6. ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી અને મિશ્રણમાંથી સ્ટીક બનાવી લેવી. સ્ટીકને થોડી પાતળી રાખવી જેથી તે બરાબર તળાઈ જાય. સાથે જ સાઈડ પર તેલ ગરમ મુકવું.
7. સ્ટીકને ગરમ તેલમાં તળવા માટે મુકવી. સ્ટીકને ફાસ્ટ ગેસ પર જ તળવી. સ્ટીકનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવી.
8. તૈયાર કરેલી સ્ટીકને કોથમીરથી ગાર્નિસ કરી અને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
મમરાની સ્ટીક બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા મમરાને સ્ટેનરમાં લઈ તેને પાણીથી વોશ કરવા. પછી બધું જ પાણી નિતારી વોશ કરેલા મમરાને એક બાઉલમાં લેવા.
ત્યારબાદ મમરામાં દહીં ઉમેરવું અને બરાબર મિક્સ કરી 15 મિનિટ ઢાંકીને રાખી દેવું. 15 મિનિટ પછી તેને બરાબર મિક્સ કરો.
દહીં અને મમરાના મિશ્રણમાં મેશ કરેલું બાફેલું બટેટું અને ચણાનો લોટ ઉમેરવો અને બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને એક ચમચી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવી. બધી જ સામગ્રીમાં કેપ્સીકમ, તલ અને સિંગદાણાનો ભુક્કો, ગાજરનું ખમણ ઉમેરવું.
આ મિશ્રણમાં ચાટ મસાલો, મરચું પાવડર, હળદર, આમચુર પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું મીક્સ કરવું. આ મીશ્રણને હાથથી બરાબર મિક્સ કરવું.
ત્યારબાદ હાથમાં થોડું તેલ લગાવી અને મિશ્રણમાંથી સ્ટીક બનાવી લેવી. સ્ટીકને થોડી પાતળી રાખવી જેથી તે બરાબર તળાઈ જાય. સાથે જ સાઈડ પર તેલ ગરમ મુકવું.
સ્ટીકને ગરમ તેલમાં તળવા માટે મુકવી. સ્ટીકને ફાસ્ટ ગેસ પર જ તળવી. સ્ટીકનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને તેલમાંથી કાઢી લેવી.
તૈયાર કરેલી સ્ટીકને કોથમીરથી ગાર્નિસ કરી અને કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
મમરાની સ્ટીક બનાવવાનો વીડિયો