DESERT
કેરીની સીઝન શરુ થઈ ગઈ છે તો ઘરે ઝટપટ બનાવો મીની મેંગો ચીઝ કેક
કેરીની સીઝન શરુ થઈ ગઈ છે અને કેરીના શોખીન લોકો મીઠી મીઠી કેરીનો સ્વાદ માણવા પણ લાગ્યા હશે. કેરી તમે અલગ અલગ રીતે આજ સુધી ઘણી વખત ખાધી હશે પરંતુ તમે કદાચ મેંગો ચીઝ કેક ઘરે બનાવી નહીં હોય. તો આજે તમને ઘરે ફ્રેશ કેરીમાં ચીઝ કેક કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ. આ કેક બનાવવામાં ઓવનની પણ જરૂર નહીં પડે
સામગ્રી
મેંગો પ્યુરી – 1 કપ
ઓરીઓ બિસ્કીટ પાવડર – 1/2 કપ
વ્હાઈટ ચોકલેટ – 50 ગ્રામ
આઈસીંગ સુગર – 1/2 કપ
વ્હાઈટ બટર – 50 ગ્રામ
ચીઝ ક્રીમ – 1 કપ
વ્હીપ ક્રીમ – 1 કપ
રીત
સૌ પ્રથમ એક કઢાઈમાં બટર લઈ તેને ધીમા તાપે મેલ્ટ કરી લેવું.
એક બાઉલમાં ઓરિયો બિસ્કીટ પાવડર લેવો અને તેમાં મેલ્ટ કરેલું બટર ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને સિલીકોન મોલ્ડમાં એક એક ચમચી જેટલું ઉમેરો. અને તેને ફ્રીઝરમાં 10 મિનિટ માટે સેટ કરવા મુકો.
એક બાઉલમાં વ્હીપ ક્રીમ લેવું તેમાં મેંગો પ્યુરી, ચીઝ ક્રીમ એડ કરી તેને બરાબર મિક્સ કરો. (મેંગો સિવાય પણ કોઈ ફ્લેવરની કેક બનાવવી હોય તો આ સ્ટેજ પર તેની પ્યુરી ઉમેરવી. )
બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી તેમા અડધો કપ આઈસીંગ સુગર એડ કરવી. તેને બરાબર મિક્સ કરી તેમાં વ્હાઈટ ચોકલેટ પણ એડ કરવી.
બધી જ સામગ્રી એડ કર્યા બાદ મિશ્રણને બીટરની મદદથી બીટ કરવી. બીટ કર્યા બાદ મિશ્રણને પાઈપીંગ બેગમાં ભરી અને સેટ કરેલા સિલીકોન મોલ્ડમાં મિશ્રણને ભરી લેવું.
મોલ્ડને ક્રીમથી ભર્યા બાદ તેને ફ્રીઝમાં 8 કલાક માટે સેટ કરવા મુકો. જો ફ્રીઝરમાં મુકો છો કો તેને 2 કલાક માટે સેટ કરો. ત્યારબાદ તેને અનમોલ્ડ કરવું અને ક્રીમ તેમજ ફ્રેશ મેંગોથી ગાર્નિશ કરી સર્વ કરવું.