Connect with us

snacks

લોટ બાફયા કર્યા વગર બનાવો ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરી

Published

on

દરેક ઘરમાં ગરમાગરમ ચા સાથે નાસ્તો પીરસાતો હોય છે. તેમાં પણ જો નાસ્તામાં મસ્ત ક્રીસ્પી અને ટેસ્ટી ચકરી મળી જાય તો વાત જ શું કરવી. ચકરી એવો નાસ્તો છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. ચકરી બને એટલે થોડા જ દિવસોમાં ડબ્બો ખાલી પણ થઈ જાય. ત્યારે આજે તમને લોટ બાફ્યા વિના ચોખાના લોટની ટેસ્ટી ચકરી કેવી રીતે બનાવવી તે જણાવીએ. જેથી તમે ફટાફટ ચકરી તૈયાર કરી શકો છો.

ચોખાના લોટની ચકરી માટે સામગ્રી

ચોખાનો લોટ – 125 ગ્રામ
દહીં – અડધી વાટકી
મલાઈ – અડધી વાટકી
શેકેલા તલ – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
મરચું પાવડર – અડધી ચમચી
હળદર પાવડર – અડધી ચમચી
તેલ – તળવા માટે

ચોખાના લોટની ચકરી બનાવવાની રીત

1. સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ લેવો.
2. ચકરીના લોટમાં દહીં અને મલાઈ ઉમેરવા.
3. ત્યારબાદ તેમાં તલ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરો.
4. બધી સામગ્રીને બરાબર મીક્સ કરો. જો જરૂર જણાય તો પાણી ઉમેરી કણક બાંધો.
5. ચકરીના સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં ચકરીનો લોટ ભરો.
6. સૌથી પહેલા બધી ચકરી પાટલી પર બરાબર શેપમાં પાડી લેવી.
7. તેલ ગરમ થાય એટલે તાવેથાની મદદથી ચકરી તેલમાં મુકવી. ( ચકરી મુકો ત્યારે ગેસ ફાસ્ટ રાખવો. ચકરી મુકો પછી ધીમા ગેસે તળવી)
8. ચકરી બરાબર તળાઈ જાય પછી તેને તેલમાંથી કાઢી સર્વ કરો.

ચોખાના લોટની ચકરી બનાવવાના સ્ટેપ્સ


સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચોખાનો લોટ લેવો.


ચકરીના લોટમાં દહીં અને મલાઈ ઉમેરવા.


ત્યારબાદ તેમાં તલ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરો.


બધી સામગ્રીને બરાબર મીક્સ કરો. જો જરૂર જણાય તો પાણી ઉમેરી કણક બાંધો.


ચકરીના સંચાને તેલથી ગ્રીસ કરી તેમાં ચકરીનો લોટ ભરો.


સૌથી પહેલા બધી ચકરી પાટલી પર બરાબર શેપમાં પાડી લેવી.


તેલ ગરમ થાય એટલે તાવેથાની મદદથી ચકરી તેલમાં મુકવી. ( ચકરી મુકો ત્યારે ગેસ ફાસ્ટ રાખવો. ચકરી મુકો પછી ધીમા ગેસે તળવી)


ચકરી બરાબર તળાઈ જાય પછી તેને તેલમાંથી કાઢી સર્વ કરો.

ચોખાના લોટની ચકરી બનાવવાનો વીડિયો

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

snacks

મેંદાના બદલે ટ્રાય કરો ઘઉંના લોટમાંથી બનાવો ક્રિસ્પી ફરસી પુરી, નોંધી લો બનાવવાની રીત

Published

on

By

ચા સાથે નાસ્તામાં ટેસ્ટી અને ક્રિસ્પી પુરી નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. ફરસી પુરી બાળકોને સ્કુલના નાસ્તામાં પણ આપી શકાય છે અને બાળકો હોંશે હોંશે ખાઈ પણ લેતા હોય છે. પરંતુ આ પુરી મેંદાના લોટની બનેલી હોય તો પછી તેને નિયમિત રીતે ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે ફરસી પુરીમાં મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો છો તો સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેની ચિંતા દુર થઈ શકે છે. હવે જો તમને એ પ્રશ્ન હોય કે ઘઉંના લોટમાંથી પુરી બનાવવી કેમ તો તે પણ જણાવીએ દઈએ આજે.

ઘઉંના લોટની ફરસી પુરી માટેની સામગ્રી

ઘઉંનો લોટ – દોઢ વાટકી
જીરું પાવડર – દોઢ ચમચી
મરી પાવડર – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
ઘી – દોઢ ચમચી
હળદર – અડધી ચમચી
તેલ – પુરી તળવા માટે
પાણી – જરૂર મુજબ

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની રીત

1. સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મરી પાવડર, જીરું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લો.
2. ત્યારબાદ લોટ અને મસાલાના મિશ્રણમાં દોઢ ચમચી ઘી ઉમેરી લોટને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડુ થોડુ પાણી ઉમેરતા જવું અને કડક કણક બાંધવી.
3. લોટમાં થોડું ઘી ઉમેરી બરાબર મસળી અને 5 મિનિટ રેસ્ટ આપો.
4. તૈયાર કરેલા લોટમાંથી નાનો લુઓ લઈ પુરી વણવી. તેના પર ઘી લગાવી થોડો લોટ છાંટી અને પુરીને ફોલ્ડ કરવી. ત્યારબાદ ફરીથી ઘી અને લોટ લગાવીને પુરીને ત્રિકોણ શેપમાં વણી લેવી.
5. આ રીતે બધી જ પુરી તૈયાર કરી તેમાં કાંટા ચમચી વળી કાણા પાડી દેવા જેથી પુરી અંદરથી કાચી ન રહે.
6. પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ ગરમ તેલમાં ધીમા તાપે પુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
7. તૈયાર કરેલી ફરસી પુરી ઠંડી થાય ત્યારબાદ એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરવી.

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મરી પાવડર, જીરું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લો.


ત્યારબાદ લોટ અને મસાલાના મિશ્રણમાં દોઢ ચમચી ઘી ઉમેરી લોટને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડુ થોડુ પાણી ઉમેરતા જવું અને કડક કણક બાંધવી.


લોટમાં થોડું ઘી ઉમેરી બરાબર મસળી અને 5 મિનિટ રેસ્ટ આપો.


તૈયાર કરેલા લોટમાંથી નાનો લુઓ લઈ પુરી વણવી. તેના પર ઘી લગાવી થોડો લોટ છાંટી અને પુરીને ફોલ્ડ કરવી. ત્યારબાદ ફરીથી ઘી અને લોટ લગાવીને પુરીને ત્રિકોણ શેપમાં વણી લેવી.


આ રીતે બધી જ પુરી તૈયાર કરી તેમાં કાંટા ચમચી વળી કાણા પાડી દેવા જેથી પુરી અંદરથી કાચી ન રહે.


પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ ગરમ તેલમાં ધીમા તાપે પુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.

તૈયાર કરેલી ફરસી પુરી ઠંડી થાય ત્યારબાદ એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરવી.

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાનો વીડિયો

Continue Reading

snacks

ફરસાણની દુકાન જેવા સેન્ડવીચ ઢોકળાની રેસીપી

Published

on

By

દરેક ગુજરાતીના ઘરમાં અઠવાડિયામાં એકવાર તો ઢોકળા ખવાતા જ હશે. ઢોકળા એવી વાનગી છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે. જો તમે પણ ઢોકળા ખાવાના શોખીન છો અને ખાસ તો તમને બજારમાં મળતા સેન્ડવીચ ઢોકળા ખૂબ જ ભાવે છે તો હવેથી તમારું એક ટેન્શન દુર થઈ જશે. તમારે દર વખતે સેન્ડવીચ ઢોકળા બજારમાંથી લાવવા નહીં પડે. આજે તમને ઘરે જ ફરસાણની દુકાને મળતા હોય તેવા જ ઢોકળા કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની સામગ્રી

ઈડલીનું ખીરું – 1 કિલો
ઈનો – 1 ચમચી
ગ્રીન ચટણી – જરૂર અનુસાર
કોપરાનું છીણ – 3 ચમચી
કોથમીર – 4 ચમચી
લીમડો – 5 થી 6 પાન
લીલા મરચાં – 3
તલ – 1 ચમચી
તેલ – જરૂર અનુસાર
રાઈ – 1 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર

ગ્રીન ચટણી બનાવવાની રીત

ફુદીનો, કોથમીર, લસણ, લીલા મરચાં, આદુનો ટુકડો, ખાંડ, મીઠું, લીંબુનો રસ અને થોડા દાળીયા લેવા. આ બધી જ વસ્તુને મિક્સરમાં બરાબર વાટી અને જાડી ચટણી તૈયાર કરવી.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

1. સૌથી પહેલા ગેસ પર ઢોકળીયું ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ ઈડલીના ખીરામાં 3થી 4 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.
2. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઈનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
3. ઢોકળીયાની થાળીને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી અને 5 મિનિટ તેને ઢાંકીને બફાવા દો.
4. 5 મિનિટ પછી ઢોકળા ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.
5. ચટણીની ઉપર ફરીથી ઢોકળાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરી દેવું. અને ઢોકળાને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દો.
6. ઢોકળા થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દેવા અને પછી તેને મનપસંદ આકારમાં કટ કરી લેવા.
7. ઢોકળાના વઘાર માટે એક પેનમાં 5 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, લીલા મરચાં એડ કરી તેને ઢોકળા પર સ્પ્રેડ કરો.
8. ત્યારબાદ કોથમીર અને કોપરાનું છીણ ઉપર એડ કરી ગરમાગરમ સર્વ કરો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા ગેસ પર ઢોકળીયું ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ ઈડલીના ખીરામાં 3થી 4 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.


ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઈનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.


ઢોકળીયાની થાળીને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી અને 5 મિનિટ તેને ઢાંકીને બફાવા દો.


5 મિનિટ પછી ઢોકળા ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.


ચટણીની ઉપર ફરીથી ઢોકળાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરી દેવું. અને ઢોકળાને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દો.


ઢોકળા થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દેવા અને પછી તેને મનપસંદ આકારમાં કટ કરી લેવા.


ઢોકળાના વઘાર માટે એક પેનમાં 5 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, લીલા મરચાં એડ કરી તેને ઢોકળા પર સ્પ્રેડ કરો.


ત્યારબાદ કોથમીર અને કોપરાનું છીણ ઉપર એડ કરી ગરમાગરમ સર્વ કરો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાનો વીડિયો

Continue Reading

snacks

પૌઆમાંથી બનતો એક નવો જ નાસ્તો ‘પૌઆ બોલ્સ’

Published

on

By

રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું. જે તમે એક વાર બનાવશો તો બધા આંગળા ચાટી ચાટીને ખાશે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ છે અને ઝડપથી બની જાય છે. તો આ એકદમ નવો નાસ્તો બનાવવા માટેની રીત જોઈલો અને ઘરે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

પૌઆ બોલ્સ બનાવવા માટેની સામગ્રી

પૌઆ – 250 ગ્રામ
બાફેલા બટેટા – 2 નંગ
કોથમીર – 2 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 2 ચમચી
ઓરેગાનો – દોઢ ચમચી
ચીલી ફ્લેક્સ – 2 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – 2 ચમચી
ગરમ મસાલો – 2 ચમચી

પૌઆ બોલ્સ બનાવવાની રીત

1. સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.
2. ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.
3. ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
4. ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.
5. હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.
6. તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.
7. તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
8. તળેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.


ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.


ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.


ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.


હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.


તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.


તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.


બોલ્સને તળી ટીસ્યુ પેપર પર કાઢી લો.


તૈયાર કરેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચરણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાનો વીડિયો

Continue Reading

Trending

Copyright © 2019 - 2022 Gujarati Rasodu.