main course
હોટલ જેવી સોફ્ટ તંદૂરી નાન ઘરે ઓવન કે તંદૂર વગર બનાવવાની રીત
હોટલમાં જમવા જઈએ તો સબજી સાથે તંદૂરી નાન ખાવાની મજા પડી જાય છે. મોટાભાગે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો તંદૂરી નાન ખાવાનો જ આગ્રહ રાખવામાં આવે છે કારણ કે તેનો સ્વાદ તવાની રોટલી કરતાં અલગ છે. ઘરે પંજાબી સબજી તો બની જાય છે પરંતુ તંદૂરી નાનનો સ્વાદ ઘરે નથી મળતો. કારણ કે નાન બનાવવા માટે તંદૂર જરૂરી છે એવું માનવામાં આવે છે. પરંતુ આજે તમને ઘરે ઓવન કે તંદૂર વિના તંદૂરી નાન કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ. આ રીતે બનાવશો તો તંદૂરી નાન ઘરે તવા પર ખૂબ જ સરળતાથી બનશે અને ટેસ્ટ પણ હોટલ જેવો જ આવશે.
તંદૂરી નાન બનાવવાની સામગ્રી
મેંદો – 1 કપ
મોળું દહીં – 4 ચમચી દહીં
બેકિંગ પાવડર – 1 ચમચી
બેકિંગ સોડા – અડધી ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 2થી 3 ચમચી મોણ માટે
પાણી – જરૂર અનુસાર
કોથમીર
કલોંજી
તંદૂરી નાન બનાવવાની રીત
1. સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લેવો. મેંદાના લોટમાં 4 ચમચી દહીં ઉમેરવું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
2. મીઠું ઉમેર્યા પછી તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવું. ત્યારબાદ તેમાં મોણ માટે તેલ ઉમેરી બધી જ સામગ્રીને હળવા હાથે બરાબર મિક્સ કરો.
3. બધી જ સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં જરૂર અનુસાર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને રોટલી જેવી કણક બાંધી લેવી.
4. કણકને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ માટે રાખો. ત્યારબાદ તેને વણતા પહેલા થોડું તેલ લગાવી બરાબર મસળી લેવું.
5. લોટને મસળ્યા બાદ તેમાંથી લુઆ બનાવી નાન વણવી, નાન થોડી વણાઈ જાય પછી તેના ઉપર કોથમીર અને કલોંજી પાથરી ફરીથી વણી લેવી.
6. ત્યારબાદ નાનને તવી પર મુકવા માટે તેની નીચેના ભાગ પર પાણી લગાવો. ત્યારબાદ તેને ગરમ તવી પર શેકવા માટે મુકો.
7. નાન ઉપર બબલ્સ દેખાવા લાગે એટલે ગેસ ધીમો કરી તવીને ગેસ પર ઊંધી કરી ઉપરની તરફથી પણ નાન શેકી લેવી.
8. નાન ઉપરથી બરાબર શેકાઈ જાય એટલે તેને તવી પરથી હટાવી અને બટર અથવા ઘી લગાડી સર્વ કરો.
તંદૂરી નાન બનાવવાના સ્ટેપ્સ
સૌપ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લેવો. મેંદાના લોટમાં 4 ચમચી દહીં ઉમેરવું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
મીઠું ઉમેર્યા પછી તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર ઉમેરવું. ત્યારબાદ તેમાં મોણ માટે તેલ ઉમેરી બધી જ સામગ્રીને હળવા હાથે બરાબર મિક્સ કરો.
બધી જ સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં જરૂર અનુસાર થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને રોટલી જેવી કણક બાંધી લેવી.
કણકને 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ માટે રાખો. ત્યારબાદ તેને વણતા પહેલા થોડું તેલ લગાવી બરાબર મસળી લેવું.
લોટને મસળ્યા બાદ તેમાંથી લુઆ બનાવી નાન વણવી, નાન થોડી વણાઈ જાય પછી તેના ઉપર કોથમીર અને કલોંજી પાથરી ફરીથી વણી લેવી.
ત્યારબાદ નાનને તવી પર મુકવા માટે તેની નીચેના ભાગ પર પાણી લગાવો. ત્યારબાદ તેને ગરમ તવી પર શેકવા માટે મુકો.
નાન ઉપર બબલ્સ દેખાવા લાગે એટલે ગેસ ધીમો કરી તવીને ગેસ પર ઊંધી કરી ઉપરની તરફથી પણ નાન શેકી લેવી.
નાન ઉપરથી બરાબર શેકાઈ જાય એટલે તેને તવી પરથી હટાવી અને બટર અથવા ઘી લગાડી સર્વ કરો.
તંદૂરી નાન બનાવવાનો વીડિઓ