streetfood
કચ્છ જેવી કચ્છી દાબેલી બનાવવાની પરફેકટ રીત
ફટાફટ બનતા અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડની વાત આવે ત્યારે દાબેલીનું નામ સૌથી પહેલા આવે. દાબેલી ફટાફટ બની જતી વાનગી છે. થોડી તૈયારી સાથે તમે ગરમા ગરમ દાબેલી મહેમાનોને સર્વ કરી શકો છો. તો આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે કચ્છી સ્વાદની દાબેલી ફટાફટ ઘરે તૈયાર કરી શકો છો.
કચ્છી દાબેલી બનાવવાની સામગ્રી
દાબેલી મસાલો – 2 ચમચી
દાબેલીના પાવ – 3
મસાલા સિંગ
લસણની ચટણી
બાફેલા બટેટા – 2 નંગ
ખજૂર-આમલીની ચટણી – 4 ચમચી
દાડમના દાણા
ખાંડ – એક ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 4 ચમચી
હળદર પાવડર – 1/2 ચમચી
મરચું પાવડર – 1 ચમચી
કચ્છી દાબેલી બનાવવાની રીત
1. એક બાઉલમાં ખજૂર આમલીની ચટણી લેવી તેમાં 2 ચમચી દાબેલીનો મસાલો, ખાંડ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. 2 ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ તૈયાર કરો.
2. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મસાલાની પેસ્ટ ઉમેરવી. મસાલાને તેલમાં સાંતળી લેવા.
3. ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેલ છુટુ પડે ત્યાં સુધી તેને સાંતળો
4. દાબેલીનો મસાલો ઠંડો થાય પછી તેને પાવમાં ભરવાની તૈયારી કરવી.
5. દાબેલી માટે સૌથી પહેલા પાવમાં લસણની ચટણી લગાવવી, ત્યારબાદ મીઠી ચટણી લગાવી.
6. ત્યારબાદ પાવમાં મસાલો ભરવો અને તેમાં મસાલા સિંગ ભરવી.
7. ત્યારબાદ તેમાં દાડમના દાણા ઉમેરવા અને સર્વ કરવી. ( દાબેલીને તમે શેકીને પણ ખાઈ શકો છો.)
કચ્છી દાબેલી બનાવવાના સ્ટેપ્સ
એક બાઉલમાં ખજૂર આમલીની ચટણી લેવી તેમાં 2 ચમચી દાબેલીનો મસાલો, ખાંડ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. 2 ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ તૈયાર કરો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મસાલાની પેસ્ટ ઉમેરવી. મસાલાને તેલમાં સાંતળી લેવા
ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેલ છુટુ પડે ત્યાં સુધી તેને સાંતળો
દાબેલીનો મસાલો ઠંડો થાય પછી તેને પાવમાં ભરવાની તૈયારી કરવી.
દાબેલી માટે સૌથી પહેલા પાવમાં લસણની ચટણી લગાવવી, ત્યારબાદ મીઠી ચટણી લગાવી.
ત્યારબાદ પાવમાં મસાલો ભરવો અને તેમાં મસાલા સિંગ ભરવી.
ત્યારબાદ તેમાં દાડમના દાણા ઉમેરવા અને સર્વ કરવી. ( દાબેલીને તમે શેકીને પણ ખાઈ શકો છો.)
કચ્છી દાબેલી બનાવવાનો વીડિયો