snacks
ખંભાતના ફેમસ બટાકાના દાબડા બનાવવાની રીત
તળેલી, મસાલેદાર અને ચટપટી વાનગીઓ ખાવી કોને ન ગમે ? સવારે તો જમવામા ફુલ થાળી હોય તો ચાલે પણ રાત્રે જમવામાં બધાને કંઈ ચટપટું અને સ્વાદિષ્ટ જ ખાવું હોય છે. તેવામાં રોજ નવું નવું શું બનાવવું તે ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન બની જાય છે. ત્યારે તમારી આ સમસ્યાનો ઉકેલ તમને અમે આપીએ. આજે તમને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર ખંભાતના સ્પેશિય દાબડા બનાવવાની રીત જણાવીએ. આ દાબડાનો સ્વાદ એવો હોય છે કે તે દાઢે વળગી જાય. તો ચાલો ફટાફટ જાણી લો તેની રીત.
બટાકાના દાબડા બનાવવાની સામગ્રી
બાફેલી બટેટી – 8 થી 10
ચણાનો લોટ – 1 વાટકી
લસણની ચટણી
તેલ – તળવા માટે
મીઠું – સ્વાદ અનુસાર
અજમા – 1 ચમચી
બટાકાના દાબડા બનાવવાની રીત
1. સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચ અજમો ઉમેરી સેમી થીક ખીરું તૈયાર કરી સાઈડમાં રાખવું.
2. ત્યારબાદ નાની બટેટીને બાફી અને તેમાં બંને તરફ કટ કરી લેવા. આ કટમાં લસણની ચટણી બરાબર રીતે ભરવી.
3. લસણની ચટણી તૈયાર કરવા માટે લસણમાં મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી જરૂર પાણી ઉમેર્યા વિના ચટણી તૈયાર કરવી.
4. ત્યારબાદ મધ્યમ આંચ પર ગરમ કરેલા તેલમાં સ્ટફ કરેલી બટેટીને ચણાના લોટમાં બોળી અને તળવા મુકવી.
5. મધ્યમ તાપે દાબડા બરાબર રીતે તળી લેવા. દાબળા તળાઈ જાય એટલે તેને વચ્ચેથી કટ કરી ખજૂર-આમલીની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
બટાકાના દાબડા બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચ અજમો ઉમેરી સેમી થીક ખીરું તૈયાર કરી સાઈડમાં રાખવું.
ત્યારબાદ નાની બટેટીને બાફી અને તેમાં ઉપર અને નીચે એમ બંને તરફ કટ કરી લેવા. આ કટમાં લસણની ચટણી બરાબર રીતે ભરવી.
લસણની ચટણી તૈયાર કરવા માટે લસણમાં મરચું, મીઠું, ધાણાજીરું ઉમેરી જરૂર પાણી ઉમેર્યા વિના ચટણી તૈયાર કરવી.
ત્યારબાદ મધ્યમ આંચ પર ગરમ કરેલા તેલમાં સ્ટફ કરેલી બટેટીને ચણાના લોટમાં બોળી અને તળવા મુકવી.
મધ્યમ તાપે દાબડા બરાબર રીતે તળી લેવા. દાબળા તળાઈ જાય એટલે તેને વચ્ચેથી કટ કરી ગરમાગરમ સર્વ કરો.
બટાકાના દાબડા બનાવવાનો વીડિયો