snacks
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત
બટાકાની વેફર ખાવી કોને ન ગમે ? બાળકો હોય કે મોટા, દરેક વ્યક્તિ ખૂબ જ શોખથી બટાકાની વેફર ખાય છે. તેને ચા સાથે, નાસ્તામાં, પાર્ટીમાં કે ઘરે આવતા મહેમાનોને બટાકાની વેફર ખાવા મળે તો મજા પડી જાય. જો કે બટાકાની વેફર બે રીતે બનાવવામાં આવે છે. એક કે જેમાં બટાકાની વેફરને બાફી અને તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે. અને બીજી ઈન્સ્ટન્ટ વેફર. આજે તમને બટાકાની ઈન્સ્ટન્ટ વેફર બનાવવાની રીત જણાવીએ. આ રીતે બનાવશો તો વેફર એકદમ બહાર જેવી જ ક્રીસ્પી બનશે.
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની સામગ્રી
મોટા બટેટા – 2 નંગ
પાણી- જરૂર અનુસાર
મીઠું – સ્વાદ અનુસાર
પેરી પેરી મસાલો –
તેલ – તળવા માટે
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાની રીત
1. સૌથી પહેલા બટેટાને ધોઈ અને તેની છાલ કાઢી લેવી. આ સાથે જ ગેસ પર ધીમા તાપે તેલ ગરમ કરવા મુકી દેવું.
2. બટેટાની છાલ ઉતારી તેને તુરંત પાણીમાં પલાળી દેવા.
3. ત્યારબાદ પાણી ભરેલા બાઉલમાં જ બટેટાની પાતળી વેફર સ્લાઈસરની મદદથી પાતળી. ધ્યાન રાખવું કે વેફર એકદમ પાતળી રહે.
4. હવે વેફરને હળવા હાથ પાણીમાં સાફ કરી અન્ય બાઉલમાં ચોખ્ખું પાણી લઈ તેમાં પલાળી દેવી. જેથી બટેટાનો એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય. વેફરને બે પાણીમાં ધોઈ લેવી.
5. ત્યારબાદ કીચન ટાવલ પર બધી જ વેફરને સુકાવા માટે પાથરી દેવી. અને તેની ઉપર અન્ય એક નેપકીનથી પ્રેસ કરવું જેથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય.
6. ગેસને મીડીયમ તાપ પર રાખી અને વેફરને એક એક કરીને છુટ્ટી છુટ્ટી તળવા માટે તેલમાં મુકવી.
7. વેફર ક્રીસ્પી થાય ત્યાં સુધી તળવી અને ત્યારબાદ તેલ નીતારી અને પ્લેટમાં કાઢી લેવી.
8. તૈયાર વેફરને જો મસાલા વિના ખાવી હોય તો ફક્ત મીઠું ઉમેરવું અને મસાલો કરવો હોય તો પેરી પેરી મસાલો છાંટી બરાબર મિક્સ કરો.
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા બટેટાને ધોઈ અને તેની છાલ કાઢી લેવી. આ સાથે જ ગેસ પર ધીમા તાપે તેલ ગરમ કરવા મુકી દેવું.
બટેટાની છાલ ઉતારી તેને તુરંત પાણીમાં પલાળી દેવા.
ત્યારબાદ પાણી ભરેલા બાઉલમાં જ બટેટાની પાતળી વેફર સ્લાઈસરની મદદથી પાતળી. ધ્યાન રાખવું કે વેફર એકદમ પાતળી રહે.
હવે વેફરને હળવા હાથ પાણીમાં સાફ કરી અન્ય બાઉલમાં ચોખ્ખું પાણી લઈ તેમાં પલાળી દેવી. જેથી બટેટાનો એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય. વેફરને બે પાણીમાં ધોઈ લેવી.
ત્યારબાદ કીચન ટાવલ પર બધી જ વેફરને સુકાવા માટે પાથરી દેવી. અને તેની ઉપર અન્ય એક નેપકીનથી પ્રેસ કરવું જેથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય.
ગેસને મીડીયમ તાપ પર રાખી અને વેફરને એક એક કરીને છુટ્ટી છુટ્ટી તળવા માટે તેલમાં મુકવી.
વેફર ક્રીસ્પી થાય ત્યાં સુધી તળવી અને ત્યારબાદ તેલ નીતારી અને બાઉલમાં કાઢી લેવી.
તૈયાર વેફરને જો મસાલા વિના ખાવી હોય તો ફક્ત મીઠું ઉમેરવું અને મસાલો કરવો હોય તો પેરી પેરી મસાલો છાંટી બરાબર મિક્સ કરો.
ઈન્સ્ટન્ટ બટાકાની વેફર બનાવવાનો વીડિયો