DESERT
ગરમીની સીઝનમાં બહારથી આઈસ્ક્રીમ લાવવાના બદલે ઘરે આ રીતે બનાવો ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ
ઉનાળો શરુ થાય કે તુરંત જ આઈસ્ક્રીમની ડીમાંડ ઘરમાં પણ વધી જાય છે. પરંતુ રોજ રોજ બહારના આઈસ્ક્રીમ ખાવાથી બાળકોની તબિયત ખરાબ થવાની ચિંતા પણ થાય છે. ત્યારે તમારી આ ચિંતાને દુર કરવા માટે તમને જણાવીએ ઘરે ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો. આ રીતે તમે ઘરે બેઝ બનાવી સરળતાથી કોઈપણ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવી શકો છો. આજે તમને ચોકલેટ અને પીસ્તા ફ્લેવરના આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ.
ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ માટેની સામગ્રી
આઈસ્ક્રીમ બેઝ માટે
વ્હીપ ક્રીમ – 200 એમએલ
કન્ડેન્સ મિલ્ક
અમુલ ફ્રેશ ક્રીમ – 100 એમએલ
આઈસ્ક્રીમ ફ્લેવર માટે
પીસ્તાની પેસ્ટ – 3 ચમચી
ચોકલેટ ગનાશ – 2 ચમચી
ચોકલેટ ચિપ્સ
કોકો પાવડર – 2 ચમચી
પીસ્તા
ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવવાની રીત
1. સૌથી પહેલા આઈસક્રીમ બેઝ બનાવવા માટે એક બાઉલમાં વ્હીપ ક્રીમ લેવું અને તેને બીટરથી બીટ કરવું.
2. થોડું થીક થાય ત્યાં સુધી તેને બીટ કરવું અને પછી તેમાં ફ્રેશ ક્રીમ અને 3થી 4 ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરવું અને ફરીથી બીટ કરવું.
3. તૈયાર કરેલા અડધા બેઝને એક બાઉલમાં કાઢો.
4. પીસ્તાની પેસ્ટ તૈયાર કરવા માટે પીસ્તાને 5 કલાક પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેનું પાણી કાઢી તેમાં 3થી 4 ચમચી ખાંડ, મેલ્ટ કરેલી વાઈટ ચોકલેટ અને 1 ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરી પેસ્ટ તૈયાર કરી લેવી.
5. તૈયાર કરેલા બેઝના એક બાઉલમાં પીસ્તાની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી મોલ્ડમાં ભરી ઉપરથી પીસ્તાની કતરણ ઉમેરી સેટ કરવા મુકવું.
6. આઈસ્ક્રીમના બીજા બેઝમાં કોકો પાવડર, ચોકલેટ ગનાશ ઉમેરી મિક્સ કરો. (ડાર્ક ચોકલેટ અને ફ્રેશ ક્રીમને મેલ્ટ કરી ચોકલેટ ગનાશ તૈયાર કરવું.)
7. તેમાં ચોકલેટ ચીપ્સ ઉમેરી અને તેને મોલ્ડમાં સેટ કરવા માટે મુકવું.
8. બંને આઈસ્ક્રીમને 3થી 4 કલાક સેટ થવા દેવું અને પછી સર્વ કરવા.
ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા આઈસક્રીમ બેઝ બનાવવા માટે એક બાઉલમાં વ્હીપ ક્રીમ લેવું અને તેને બીટરથી બીટ કરવું.
થોડું થીક થાય ત્યાં સુધી તેને બીટ કરવું અને પછી તેમાં ફ્રેશ ક્રીમ અને 3થી 4 ચમચી કન્ડેન્સ મિલ્ક ઉમેરવું અને ફરીથી બીટ કરવું.
તૈયાર કરેલા અડધા બેઝને એક બાઉલમાં કાઢો.
પીસ્તાની પેસ્ટ તૈયાર કરવા માટે પીસ્તાને 5 કલાક પાણીમાં પલાળી રાખવા. ત્યારબાદ તેનું પાણી કાઢી તેમાં 3થી 4 ચમચી ખાંડ, મેલ્ટ કરેલી વાઈટ ચોકલેટ અને 1 ચમચી ફ્રેશ ક્રીમ ઉમેરી પેસ્ટ તૈયાર કરી લેવી.
તૈયાર કરેલા બેઝના એક બાઉલમાં પીસ્તાની પેસ્ટ ઉમેરો અને બરાબર મિક્સ કરી મોલ્ડમાં ભરી ઉપરથી પીસ્તાની કતરણ ઉમેરી સેટ કરવા મુકવું.
આઈસ્ક્રીમના બીજા બેઝમાં કોકો પાવડર, ચોકલેટ ગનાશ ઉમેરી મિક્સ કરો. (ડાર્ક ચોકલેટ અને ફ્રેશ ક્રીમને મેલ્ટ કરી ચોકલેટ ગનાશ તૈયાર કરવું.)
તેમાં ચોકલેટ ચીપ્સ ઉમેરી અને તેને મોલ્ડમાં સેટ કરવા માટે મુકવું.
બંને આઈસ્ક્રીમને 3થી 4 કલાક સેટ થવા દેવું અને પછી સર્વ કરવા.
ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવવાનો વીડિયો