Drink
ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે તેવો તરબૂચ મોજીતો આ રીતે બનાવો ઘરે
ઉનાળો શરુ થાય એટલે અંગ દઝાડતી ગરમી પડવા લાગે છે. તેવામાં કંઈજ ખાવાનું મન થતું નથી. ઈચ્છા સતત એવી થાય કે કંઈ ઠંડુઠંડુ ખાવા કે પીવા મળે. તેવામાં આ સીઝનમાં મળતા ફ્રુટ એટલે કે તરબૂચનો ઉપયોગ કરી આજે તમને બનાવતા શીખવાડીએ તરબૂચ મોજીતો. જે ફટાફટ બની જાય છે અને તેને પીવાથી તન-મનમાં તાજગી અને ઠંડક થઈ જાય છે.
તરબૂચ મોજીતો બનાવવાની સામગ્રી
તરબૂચ – 100 ગ્રામ
ફુદીનાના પાન – 2 ચમચી
ખાંડ – 2 ચમચી
લીંબુ –
સંચળ પાવડર – 1 ચમચી
બરફ- જરૂર અનુસાર
તરબૂચ મોજીતો બનાવવાની રીત
1. એક મિક્સર જારમાં તરબૂચના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરવા.
2. તેમાં ખાંડ અને સંચળ પાવડર ઉમેરી બધી વસ્તુને બરાબર ચર્ન કરી લેવી.
3. જે ગ્લાસમાં મોજીતો સર્વ કરવાનો હોય તેની કિનારી પર લીંબુ લગાવવું.
4. ત્યારબાદ ગ્લાસને મીઠામાં ડીપ કરી ડેકોરેટ કરવો.
5. ત્યારબાદ ગ્લાસમાં તૈયાર મોજીતો એડ કરી તેમાં લીંબુના ટુકડા એડ કરવા
6. છેલ્લે તેમાં આઈસક્યુબ એડ કરી ફુદીનાથી ગાર્નિસ કરી સર્વ કરો.
તરબૂચ મોજીતો બનાવવાના સ્ટેપ્સ
એક મિક્સર જારમાં તરબૂચના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરવા.
તેમાં ખાંડ અને સંચળ પાવડર ઉમેરી બધી વસ્તુને બરાબર ચર્ન કરી લેવી.
જે ગ્લાસમાં મોજીતો સર્વ કરવાનો હોય તેની કિનારી પર લીંબુ લગાવવું.
ત્યારબાદ ગ્લાસને મીઠામાં ડીપ કરી ડેકોરેટ કરવો.
ત્યારબાદ ગ્લાસમાં તૈયાર મોજીતો એડ કરી તેમાં લીંબુના ટુકડા એડ કરવા
છેલ્લે તેમાં આઈસક્યુબ એડ કરી ફુદીનાથી ગાર્નિસ કરી સર્વ કરો.
તરબૂચ મોજીતો બનાવવાનો વીડિયો