instant masala
ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત
અથાણા બનાવવાની સીઝન શરુ થઈ ગઈ છે અને બજારમાં અથાણા માટેની કેરી અને ગુંદા સહિતની વસ્તુઓ દેખાવા પણ લાગી છે. ઘણા ઘરમાં આજે પણ પારંપારિક રીતે અથાણા બને છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓને અથાણાનો ટેસ્ટી મસાલો બનાવવાની રીત ખબર હોતી નથી તેથી તેઓ અથાણું તૈયાર લઈ લેતા હોય છે અથવા તો બહાર ઓર્ડર આપી બનાવડાવે છે. પરંતુ આ વર્ષે તમારે આવું ન કરવું પડે તે માટે તમને જણાવી દઈએ અથાણાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત. આ માસાલાનો ઉપયોગ તમે ગળ્યા અથાણામાં, ગોળકેરીમાં કે કોઈપણ અથાણા માટે કરી શકો છો.
આચાર મસાલો બનાવવાની સામગ્રી
રાયની દાળ – 100 ગ્રામ
મેથીની દાળ બારીક પીસેલી – 25 ગ્રામ
ધાણાના કુરિયા – 25 ગ્રામ
હિંગ – 11/2 ચમચી
વરીયાળી – 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
નવું લાલ મરચું પાવડર – 50 ગ્રામ
કાશ્મીરી મરચું પાવડર – 50 ગ્રામ
સાદું તેલ – 11/2 ચમચી
સરસીયું તેલ – 11/2 ચમચી
ખડા મસાલા ( તજ, સુકા લાલ મરચાં, લવિંગ, તમાલપત્ર, મરી)
આચાર મસાલો બનાવવાની રીત
1. સૌથી પહેલા ગેસ પર એક પેન ગરમ કરવા મુકવું તેમાં સરસીયું અને સાદું બંને તેલ ઉમેરવા. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી.
2. ત્યારબાદ તેમાં 2 આખા લાલ મરચાં, 1 તમાલપત્ર, 4થી 5 લવિંગ, 3થી 4 તજના ટુકડા, 5થી 6 કાળા મરી ઉમેરવા.
3. મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે મેથીની દાળ અને વરિયાળી ઉમેરી બરાબર સાંતળો.
4. 2 મિનિટ દાળ સાંતળી તેમાં ધાણાના કુરિયા એડ કરી દેવા. 5 મિનિટ પછી ગેસ બંધ કરી પેનને નીચે ઉતારી લેવું.
5. ત્યારબાદ ગરમ મસાલામાં જ રાઈના કુરિયા ઉમેરી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી.
6. મસાલામાં કાશ્મીરી મરચું પાવડર અને નવું મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.
7. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. ( મીઠું મસાલામાં ઉમેરતા પહેલા તેને શેકી અને ઠંડુ કરી લેવું )
8. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી મસાલો ઠંડો થાય એટલે તેને સ્ટોર કરી લેવો.
આચાર મસાલો બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા ગેસ પર એક પેન ગરમ કરવા મુકવું તેમાં સરસીયું અને સાદું બંને તેલ ઉમેરવા. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી.
ત્યારબાદ તેમાં 2 આખા લાલ મરચાં, 1 તમાલપત્ર, 4થી 5 લવિંગ, 3થી 4 તજના ટુકડા, 5થી 6 કાળા મરી ઉમેરવા.
મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે મેથીની દાળ અને વરિયાળી ઉમેરી બરાબર સાંતળો.
2 મિનિટ દાળ સાંતળી તેમાં ધાણાના કુરિયા એડ કરી દેવા. 5 મિનિટ પછી ગેસ બંધ કરી પેનને નીચે ઉતારી લેવું.
ત્યારબાદ ગરમ મસાલામાં જ રાઈના કુરિયા ઉમેરી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી.
મસાલામાં કાશ્મીરી મરચું પાવડર અને નવું મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. ( મીઠું મસાલામાં ઉમેરતા પહેલા તેને શેકી અને ઠંડુ કરી લેવું )
બધી સામગ્રીને બરાબર મિક્સ કરી મસાલો ઠંડો થાય એટલે તેને સ્ટોર કરી લેવો.
આચાર મસાલો બનાવવાનો વીડિયો