Drink
કેરીની આ સીઝનમાં બાળકોને પીવડાવો ઘરે બનાવેલી મેંગો ફ્રુટી
મેંગો ફ્રુટી એવું પીણું છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. ખાસ કરીને જે લોકોને કેરી ભાવતી હોય તેમનું તો આ ડ્રિંક ફેવરીટ હોય છે. પરંતુ તકલીફ એ હોય છે ફ્રુટી હંમેશા બજારમાંથી ખરીદવી પડે છે. તેવામાં હંમેશા મનમાં ચિંતા રહે છે કે તે ફ્રેશ હશે કે કેમ, તેનાથી કોઈ આડઅસર ન થઈ જાય વગેરે… આ બધી જ ચિંતાઓ દુર થઈ જાય તે માટે આજે તમને જણાવીએ ઘરે મેંગો ફ્રુટી બનાવવાની રીત
મેંગો ફ્રુટી બનાવવાની સામગ્રી
પાકી કેરી – 2 કપ
કાચી કેરી – 1/2 કપ
ખાંડ – 3/4 કપ
પાણી – 2 કપ
મેંગો ફ્રુટી બનાવવાની રીત
1. મેંગો ફ્રુટી બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગેસ પર ગરમ કરવા મુકવું અને તેમાં પાકી કેરી ઉમેરવી. ફ્રુટી માટે પાકી કેરી મીઠી હોય તેવી લેવી.
2. ત્યારબાદ પેનમાં કાચી કેરી ઉમેરવી. જો પાકી કેરી ખાટી-મીઠી હોય તો કાચી કેરીનું પ્રમાણ ઘટાડવું.
3. કેરીની સાથે પેનમાં ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા બાદ તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દેવું.
4. કાચી કેરી કુક થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે બધી જ સામગ્રીને ઉકાળો. (ફ્રુટી બનાવવા માટે તમે બંને કેરીને ક્રશ કરીને પણ લઈ શકો છો.)
5. 10 થી 15 મિનિટ બાદ કેરીનું મિશ્રણ તૈયાર થઈ જશે. આ મિશ્રણને એક બાઉલમાં સ્ટેનરની મદદથી ગાળી લેવું અને ઠંડુ થવા દેવું.
6. કેરીના મિશ્રણને મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું.
7. ક્રશ કરેલા મિશ્રણને પહેલાના જ બાઉલમાં પાણીમાં ગાળીને ઉમેરી દો.
8. તેમાં 4 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલી ફ્રુટીને કાચની બોટલમાં ભરી 15 દિવસ સ્ટોર કરી શકો છો.
મેંગો ફ્રુટી બનાવવાના સ્ટેપ્સ
મેંગો ફ્રુટી બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગેસ પર ગરમ કરવા મુકવું અને તેમાં પાકી કેરી ઉમેરવી. ફ્રુટી માટે પાકી કેરી મીઠી હોય તેવી લેવી.
ત્યારબાદ પેનમાં કાચી કેરી ઉમેરવી. જો પાકી કેરી ખાટી-મીઠી હોય તો કાચી કેરીનું પ્રમાણ ઘટાડવું.
કેરીની સાથે પેનમાં ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા બાદ તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દેવું.
કાચી કેરી કુક થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે બધી જ સામગ્રીને ઉકાળો. ( ફ્રુટી બનાવવા માટે તમે બંને કેરીને ક્રશ કરીને પણ લઈ શકો છો. )
10 થી 15 મિનિટ બાદ કેરીનું મિશ્રણ તૈયાર થઈ જશે. આ મિશ્રણને એક બાઉલમાં સ્ટેનરની મદદથી ગાળી લેવું અને ઠંડુ થવા દેવું.
કેરીના મિશ્રણને મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું.
ક્રશ કરેલા મિશ્રણને પહેલાના જ બાઉલમાં પાણીમાં ગાળીને ઉમેરી દો.
તેમાં 4 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલી ફ્રુટીને કાચની બોટલમાં ભરી 15 દિવસ સ્ટોર કરી શકો છો.
મેંગો ફ્રુટી બનાવવાનો વીડિયો