main course
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
જ્યારે બહાર કાઠિયાવાડી ભોજન ખાવાની વાત આવે તો મોટાભાગના લોકોના ઓર્ડરમાં એક શાક તો હોય જ છે. આ શાક છે સેવ ટામેટાનું શાક, ઢાબામાં બનતા સેવ ટામેટાના શાકનો સ્વાદ જ કંઈક ઓર હોય છે. ઘરે જ્યારે આ શાક બને છે તો બધાને થાય કે ઢાબામાં બને તેવું નથી બન્યું. તો ચાલો આજે તમને ઢાબા સ્ટાઈલનું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવવું તે જણાવી દઈએ.
સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી
સુકું લાલ મરચું – 1
કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
છીણેલું આદુ – 1 ચમચી
ખાંડ – દોઢ ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
લીલા ધાણા – જરૂર અનુસાર
કસુરી મેથી – 1 ચમચી
લસણની ચટણી – 2 ચમચી
ક્રીમ – પા કપ
સમારેલા ટામેટા -2
2 ટામેટાની પ્યુરી
જાડી સેવ- 4 ચમચી
તેલ – વધાર માટે
હળદર – અડધી ચમચી
ધાણાજીરું – અડધી ચમચી
રાઈ – અડધી ચમચી
જીરું – અડધી ચમચી
લસણની ચટણી બનાવવાની રીત
પા કપ લસણને વાટી તેમાં સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું અને સીંગતેલ ઉમેરી બરાબર વાટી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગનો વધાર કરી તૈયાર ચટણીને 2, 3 મિનિટ સાંતળો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરી સ્ટોર કરી લેવી.
સેવ ટામેટાનું શાક બનાવવાની રીત
1. એક બાઉલમાં લસણની ચટણી લેવી તેમાં હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. 10 મિનિટ માટે પેસ્ટને રેસ્ટ આપો.
2. હવે એક પેનમાં તેલ લઈ તેમાં સુકુ લાલ મરચું, રાઈ, જીરું ઉમેરી તેમાં આદું, લીલા મરચાં ઉમેરી વઘારને સાંતળી લો.
3. આ વઘારમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરી દો. આ પેસ્ટ ઉમેરો ત્યારે ગેસ સ્લો રાખવો.
4. આ ગ્રેવીમાં સમારેલા ટામેટા ઉમેરો, ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક થવા દેવા.
5. ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. ટામેટાને ઢાંકીને 5 મિનિટ કુક કરો.
6. તેલ છુટુ પડી જાય પછી તેમાં ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી અને પા કપ મલાઈ ઉમેરવી. (મલાઈના બદલે ઘટ્ટ દહીં પણ ઉમેરી શકાય.)
7. 2 મિનિટ મસાલાને ઢાંકીને કુક કરો અને પછી થોડું પાણી ઉમેરી તેમાં જાડી સેવ ઉમેરી બરાબર મિક્સ કરો.
8. 5 મિનિટ બાદ લીલાધાણા ઉમેરી ગરમગરમ સર્વ કરો.
સેવ ટામેટાનું શાક બનાવવાના સ્ટેપ્સ
એક બાઉલમાં લસણની ચટણી લેવી તેમાં હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. 10 મિનિટ માટે પેસ્ટને રેસ્ટ આપો.
હવે એક પેનમાં તેલ લઈ તેમાં સુકુ લાલ મરચું, રાઈ, જીરું ઉમેરી તેમાં આદું, લીલા મરચાં ઉમેરી વઘારને સાંતળી લો.
આ વઘારમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરી દો. આ પેસ્ટ ઉમેરો ત્યારે ગેસ સ્લો રાખવો.
આ ગ્રેવીમાં સમારેલા ટામેટા ઉમેરો, ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક થવા દેવા.
ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. ટામેટાને ઢાંકીને 5 મિનિટ કુક કરો.
તેલ છુટુ પડી જાય પછી તેમાં ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી અને પા કપ મલાઈ ઉમેરવી. (મલાઈના બદલે ઘટ્ટ દહીં પણ ઉમેરી શકાય.)
2 મિનિટ મસાલાને ઢાંકીને કુક કરો અને પછી થોડું પાણી ઉમેરી તેમાં જાડી સેવ ઉમેરી બરાબર મિક્સ કરો.
5 મિનિટ બાદ લીલાધાણા ઉમેરી ગરમગરમ સર્વ કરો.
સેવ ટામેટાનું શાક બનાવવાનો વીડિયો