streetfood
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
ગુજરાતી રસોડું આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે એક મજેદાર રેસિપી લઈને આવ્યું છે. જેનું નામ માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ છે. આ બનાવવા માટે તમારે થોડી સરળ સામગ્રીની જરૂર પડશે. તેથી જો તમે પણ ઘરમાં રહીને કંઈક મીઠું, ઠંડુ અને નવું ખાવા ઈચ્છો છો તો આ આઈસ્ક્રીમ સેન્ડવિચ તમારા માટે સારો વિકલ્પ છે.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ માટે સામગ્રી
બ્રેડ સ્લાઈસ – 3 સ્લાઈસ
નટેલા સ્પ્રેડ – જરૂર અનુસાર
છીણેલી ચોકલેટ
વેનિલા આઈસ્ક્રીમ – એક સ્કુપ
બટર – જરૂર અનુસાર
છીણેલી ચીઝ – 1 ક્યુબ
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાની રીત
1.સૌથી પહેલા બધી જ બ્રેડ પર સારી રીતે બટર લગાવવું.
2. ત્યારબાદ ત્રણેય સ્લાઈસ પર બટરની ઉપર જ નટેલા સ્પ્રેડ લગાવવું.
3. નટેલા સ્પ્રેડ લગાવ્યા બાદ બ્રેડની એક સ્લાઈસ પર છીણેલી ચોકલેટ ઉમેરો.
4. બીજી બ્રેડ સ્લાઈસ પર વેનિલા આઈસક્રીમ રાખવું.
5. બંને સ્લાઈસ પર થોડી ચીઝ લગાવો.
6. હવે જે બ્રેડ પર ફક્ત નટેલા સ્પ્રેડ લગાવેલું છે તેને વેનિલા આઈસક્રીમ પર મુકવી.
7. ત્યારબાદ આઈસ્ક્રીમવાળી સેન્ડવીચને ચોકલેટ પર મુકો ત્યારબાદ મનગમતા શેપમાં કટ કરી ઉપરથી છીણેલું ચીઝ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાના સ્ટેપ્સ
ત્યારબાદ ત્રણેય સ્લાઈસ પર બટરની ઉપર જ નટેલા સ્પ્રેડ લગાવવું.
નટેલા સ્પ્રેડ લગાવ્યા બાદ બ્રેડની એક સ્લાઈસ પર છીણેલી ચોકલેટ ઉમેરો.
બીજી બ્રેડ સ્લાઈસ પર વેનિલા આઈસક્રીમ રાખવું.
બંને સ્લાઈસ પર થોડી ચીઝ લગાવો.
હવે જે બ્રેડ પર ફક્ત નટેલા સ્પ્રેડ લગાવેલું છે તેને વેનિલા આઈસક્રીમ પર મુકવી.
ત્યારબાદ આઈસ્ક્રીમવાળી સેન્ડવીચને ચોકલેટ પર મુકો ત્યારબાદ મનગમતા શેપમાં કટ કરી ઉપરથી છીણેલું ચીઝ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાનો વીડિયો