Connect with us

instant masala

ઘરે બનાવો પંજાબી સબજીને સુપર ટેસ્ટી બનાવતો પંજાબી શાકનો મસાલો

Published

on

ઘરે જ્યારે પણ પંજાબી સબજી બને ત્યારે એક સામાન્ય ફરિયાદ હોય છે કે સબજીનો ટેસ્ટ બહાર જેવો મસ્ત થતો નથી. ઘરે બનતી સબજી ટેસ્ટી હોય છે પરંતુ એકદમ બહાર જેવી ચટાકેદાર બનતી નથી. તેનું કારણ હોય છે મસાલો. પંજાબી સબજીના સ્વાદને ચાર ચાંદ લગાડે છે તેનો મસાલો. તો જો તમારે પણ ઘરે મસ્ત ચટાકેદાર પંજાબી સબજી બનાવવી હોય તો સૌથી પહેલા તેના માટેનો ડ્રાય મસાલો આ રીતે બનાવી સ્ટોર કરી લો.

પંજાબી શાકનો મસાલો બનાવવાની સામગ્રી

સિંગદાણા – 100 ગ્રામ
તલ – 20 ગ્રામ
સેવ – અડધી વાટકી
લીલા મરચાં – 2 નંગ
આદુ – 1 ટુકડો
તજ – 2 મોટા ટુકડા
લવિંગ – 5
લસણ – 2 કળી
મીઠું – સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – 1 મોટી ચમચી
હળદર – અડધી ચમચી

પંજાબી શાકનો મસાલો બનાવવાની રીત

1. એક મિક્સર જારમાં સિંગદાણા, તલ ઉમેરો.
2. હવે તેમાં લીલા મરચાં, આદુ, લસણ, તજ અને લવિંગ ઉમેરો.
3. ત્યારબાદ તેમાં મોળી સેવ, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
4. બધી જ સામગ્રીને મિક્સરમાં બરાબર વાટી લો.
5. તૈયાર કરેલા મસાલાને તમે ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો.
6. આ મસાલો દરેક પંજાબી સબજીમાં ઉપયોગમાં લઈ શકાય છે.

પંજાબી શાકનો મસાલો બનાવવાના સ્ટેપ્સ

એક મિક્સર જારમાં સિંગદાણા, તલ ઉમેરો.


હવે તેમાં લીલા મરચાં, આદુ, લસણ, તજ અને લવિંગ ઉમેરો.


ત્યારબાદ તેમાં મોળી સેવ, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.


બધી જ સામગ્રીને મિક્સરમાં બરાબર વાટી લો.


તૈયાર કરેલા મસાલાને તમે ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો.

આ મસાલો દરેક પંજાબી સબજીમાં ઉપયોગમાં લઈ શકાય છે.

પંજાબી શાકનો મસાલો બનાવવાનો વીડિયો

 

instant masala

પંજાબી શાક માટેનો મસાલો બનાવવાની રીત

Published

on

By

મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે તે ઘરે પંજાબી શાક બનાવીએ તો બહાર જેવો ટેસ્ટ આવતો નથી. આ ટેસ્ટ ન આવવાનું કારણ હોય છે તેનો મસાલો. કોઈપણ પંજાબી શાક હોય તેનો સ્વાદ તેના મસાલાના કારણે વધે છે. તો આજે તમને બધા જ પ્રકારની પંજાબી શાકમાં ઉપયોગમાં આવે તો પંજાબી મસાલો બનાવતા શીખવાડીએ. આ મસાલો તમે બનાવી સ્ટોર પણ કરી શકો છો.

મસાલો બનાવવાની સામગ્રી

સીંગદાણા – 100 ગ્રામ
તલ – 20 ગ્રામ
આદુ – 1 ઈંચનો ટુકડો
લીલા મરચાં – 2
લસણ – 2 કળી
તજ – 2 મોટા ટુકડા
લવિંગ – 5
મોળી સેવ – અડધી વાટકી (મોળી સેવ ન હોય તો ચણાના લોટને તેલમાં શેકી ઉપયોગમાં લેવો)
મરચું પાવડર – 1 મોટી ચમચી
હળદર – અડધી ચમચી
મીઠું – સ્વાદ અનુસાર

મસાલો બનાવવાની રીત

1. એક મિક્સર જારમાં સીંગદાણા અને તેલ લેવા.
2. તેમાં મરચાં, આદુનો ટુકડો અને લસણ ઉમેરો.
3. તેમાં તજ, લવિંગ અને મોળી સેવ ઉમેરો.
4. તેમાં મરચું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.
5. બધી સામગ્રીને બરાબર ચર્ન કરો અને બારીક પીસી લો.
6. આ મસાલાને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. શાકમાં તેનો જરૂર અનુસાર ઉપયોગ કરો.

મસાલો બનાવવાના સ્ટેપ્સ

એક મિક્સર જારમાં સીંગદાણા અને તેલ લેવા.


તેમાં મરચાં, આદુનો ટુકડો અને લસણ ઉમેરો.


તેમાં તજ, લવિંગ અને મોળી સેવ ઉમેરો.


તેમાં મરચું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.


બધી સામગ્રીને બરાબર ચર્ન કરો અને બારીક પીસી લો.


આ મસાલાને ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. શાકમાં તેનો જરૂર અનુસાર ઉપયોગ કરો.

મસાલો બનાવવાનો વીડિયો

Continue Reading

instant masala

બહાર જેવો જ સાંભાર મસાલો ઘરે બનાવવાની પરફેકટ રીત

Published

on

By

સાઉથ ઈંડિયન ફુડ નાના-મોટા સૌ કોઈને ભાવે છે. તમે ઘરે ઢોસા, ઈડલી, મેંદુવડા, અપમ જેવી વાનગી બનાવતા હશો આ બધી જ વાનગી સાથે સાંભાર પીરસવામાં આવે છે. ઘરે સાંભાર તો બને છે પરંતુ તેમાં પડતો મસાલો રેડી મેડ હોય છે. મોટાભાગે ગૃહિણીઓ બહારથી તૈયાર મસાલો લઈ તેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે. કારણ કે આજે તમને જણાવીએ કે ઘરે સાંભાર મસાલો કેવી રીતે બનાવવો. આ મસાલો તમે ફટાફટ બનાવી શકો છો અને તેને બનાવી સ્ટોર પણ કરી શકો છો.

સાંભાર મસાલો બનાવવાની સામગ્રી

તમાલ પત્ર – 1
આખું લાલ મરચું – 1
મેથીના દાણા – અડધી ચમચી
આખા ધાણા – 2 ચમચી
જીરું – દોઢ ચમચી
તજ – એક ટુકડો
લવિંગ – 4 નંગ
મરી – 7થી 8 દાણા
એલચો – 1
ચણાની દાળ – 2 ચમચી
અડદની દાળ – 2 ચમચી
તેલ

સાંભાર મસાલો બનાવવાની રીત

1. પા ચમચી તેલ લેવું અને તેમાં તમાલપત્ર અને મરચું ઉમેરવું.
2, ત્યારબાદ તેમાં લવિંગ, તજ, એલચો, મરી, અડદની દાળ, સુકા ધાણા, જીરું, ચણાની દાળ ઉમેરવી
3. મસાલાને ધીમા તાપે ત્યાં સુધી શેકવા જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે.
4. મસાલો શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવો અને 10 મિનિટ ઠંડુ થવા દેવું.
5. મસાલાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવો.
6. ક્રશ કરેલો મસાલો ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.

સાંભાર મસાલો બનાવવાના સ્ટેપ્સ


પા ચમચી તેલ લેવું અને તેમાં તમાલપત્ર અને મરચું ઉમેરવું.


ત્યારબાદ તેમાં લવિંગ, તજ, એલચો, મરી, અડદની દાળ, સુકા ધાણા, જીરું, ચણાની દાળ ઉમેરવી


મસાલાને ધીમા તાપે ત્યાં સુધી શેકવા જ્યાં સુધી તેમાંથી સુગંધ આવવા લાગે.


મસાલો શેકાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવો અને 10 મિનિટ ઠંડુ થવા દેવું.


મસાલાને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લેવો.


ક્રશ કરેલો મસાલો ઉપયોગમાં લેવા માટે તૈયાર છે.

સાંભાર મસાલો બનાવવાનો વીડિયો

Continue Reading

instant masala

ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત

Published

on

By

અથાણા બનાવવાની સીઝન શરુ થઈ ગઈ છે અને બજારમાં અથાણા માટેની કેરી અને ગુંદા સહિતની વસ્તુઓ દેખાવા પણ લાગી છે. ઘણા ઘરમાં આજે પણ પારંપારિક રીતે અથાણા બને છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓને અથાણાનો ટેસ્ટી મસાલો બનાવવાની રીત ખબર હોતી નથી તેથી તેઓ અથાણું તૈયાર લઈ લેતા હોય છે અથવા તો બહાર ઓર્ડર આપી બનાવડાવે છે. પરંતુ આ વર્ષે તમારે આવું ન કરવું પડે તે માટે તમને જણાવી દઈએ અથાણાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત. આ માસાલાનો ઉપયોગ તમે ગળ્યા અથાણામાં, ગોળકેરીમાં કે કોઈપણ અથાણા માટે કરી શકો છો.

આચાર મસાલો બનાવવાની સામગ્રી

રાયની દાળ – 100 ગ્રામ
મેથીની દાળ બારીક પીસેલી – 25 ગ્રામ
ધાણાના કુરિયા – 25 ગ્રામ
હિંગ – 11/2 ચમચી
વરીયાળી – 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
નવું લાલ મરચું પાવડર – 50 ગ્રામ
કાશ્મીરી મરચું પાવડર – 50 ગ્રામ
સાદું તેલ – 11/2 ચમચી
સરસીયું તેલ – 11/2 ચમચી
ખડા મસાલા ( તજ, સુકા લાલ મરચાં, લવિંગ, તમાલપત્ર, મરી)

આચાર મસાલો બનાવવાની રીત
1. સૌથી પહેલા ગેસ પર એક પેન ગરમ કરવા મુકવું તેમાં સરસીયું અને સાદું બંને તેલ ઉમેરવા. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી.
2. ત્યારબાદ તેમાં 2 આખા લાલ મરચાં, 1 તમાલપત્ર, 4થી 5 લવિંગ, 3થી 4 તજના ટુકડા, 5થી 6 કાળા મરી ઉમેરવા.
3. મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે મેથીની દાળ અને વરિયાળી ઉમેરી બરાબર સાંતળો.
4. 2 મિનિટ દાળ સાંતળી તેમાં ધાણાના કુરિયા એડ કરી દેવા. 5 મિનિટ પછી ગેસ બંધ કરી પેનને નીચે ઉતારી લેવું.
5. ત્યારબાદ ગરમ મસાલામાં જ રાઈના કુરિયા ઉમેરી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી.
6. મસાલામાં કાશ્મીરી મરચું પાવડર અને નવું મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.
7. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. ( મીઠું મસાલામાં ઉમેરતા પહેલા તેને શેકી અને ઠંડુ કરી લેવું )
8. બધી સામગ્રીને બરાબર મિક્સ કરી મસાલો ઠંડો થાય એટલે તેને સ્ટોર કરી લેવો.

આચાર મસાલો બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા ગેસ પર એક પેન ગરમ કરવા મુકવું તેમાં સરસીયું અને સાદું બંને તેલ ઉમેરવા. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી.


ત્યારબાદ તેમાં 2 આખા લાલ મરચાં, 1 તમાલપત્ર, 4થી 5 લવિંગ, 3થી 4 તજના ટુકડા, 5થી 6 કાળા મરી ઉમેરવા.


મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે મેથીની દાળ અને વરિયાળી ઉમેરી બરાબર સાંતળો.


2 મિનિટ દાળ સાંતળી તેમાં ધાણાના કુરિયા એડ કરી દેવા. 5 મિનિટ પછી ગેસ બંધ કરી પેનને નીચે ઉતારી લેવું.


ત્યારબાદ ગરમ મસાલામાં જ રાઈના કુરિયા ઉમેરી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરવી.


મસાલામાં કાશ્મીરી મરચું પાવડર અને નવું મરચું પાવડર ઉમેરી મિક્સ કરવું.


ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. ( મીઠું મસાલામાં ઉમેરતા પહેલા તેને શેકી અને ઠંડુ કરી લેવું )


બધી સામગ્રીને બરાબર મિક્સ કરી મસાલો ઠંડો થાય એટલે તેને સ્ટોર કરી લેવો.

આચાર મસાલો બનાવવાનો વીડિયો

Continue Reading

Trending

Copyright © 2019 - 2022 Gujarati Rasodu.