streetfood
કચ્છ જેવી કચ્છી દાબેલી બનાવવાની પરફેકટ રીત
ફટાફટ બનતા અને સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફુડની વાત આવે ત્યારે દાબેલીનું નામ સૌથી પહેલા આવે. દાબેલી ફટાફટ બની જતી વાનગી છે. થોડી તૈયારી સાથે તમે ગરમા ગરમ દાબેલી મહેમાનોને સર્વ કરી શકો છો. તો આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે કચ્છી સ્વાદની દાબેલી ફટાફટ ઘરે તૈયાર કરી શકો છો.
કચ્છી દાબેલી બનાવવાની સામગ્રી
દાબેલી મસાલો – 2 ચમચી
દાબેલીના પાવ – 3
મસાલા સિંગ
લસણની ચટણી
બાફેલા બટેટા – 2 નંગ
ખજૂર-આમલીની ચટણી – 4 ચમચી
દાડમના દાણા
ખાંડ – એક ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 4 ચમચી
હળદર પાવડર – 1/2 ચમચી
મરચું પાવડર – 1 ચમચી
કચ્છી દાબેલી બનાવવાની રીત
1. એક બાઉલમાં ખજૂર આમલીની ચટણી લેવી તેમાં 2 ચમચી દાબેલીનો મસાલો, ખાંડ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. 2 ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ તૈયાર કરો.
2. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મસાલાની પેસ્ટ ઉમેરવી. મસાલાને તેલમાં સાંતળી લેવા.
3. ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેલ છુટુ પડે ત્યાં સુધી તેને સાંતળો
4. દાબેલીનો મસાલો ઠંડો થાય પછી તેને પાવમાં ભરવાની તૈયારી કરવી.
5. દાબેલી માટે સૌથી પહેલા પાવમાં લસણની ચટણી લગાવવી, ત્યારબાદ મીઠી ચટણી લગાવી.
6. ત્યારબાદ પાવમાં મસાલો ભરવો અને તેમાં મસાલા સિંગ ભરવી.
7. ત્યારબાદ તેમાં દાડમના દાણા ઉમેરવા અને સર્વ કરવી. ( દાબેલીને તમે શેકીને પણ ખાઈ શકો છો.)
કચ્છી દાબેલી બનાવવાના સ્ટેપ્સ
એક બાઉલમાં ખજૂર આમલીની ચટણી લેવી તેમાં 2 ચમચી દાબેલીનો મસાલો, ખાંડ, હળદર, મરચું પાવડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. 2 ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ તૈયાર કરો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં મસાલાની પેસ્ટ ઉમેરવી. મસાલાને તેલમાં સાંતળી લેવા
ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ઉમેરો અને બરાબર મિક્સ કરો. તેલ છુટુ પડે ત્યાં સુધી તેને સાંતળો
દાબેલીનો મસાલો ઠંડો થાય પછી તેને પાવમાં ભરવાની તૈયારી કરવી.
દાબેલી માટે સૌથી પહેલા પાવમાં લસણની ચટણી લગાવવી, ત્યારબાદ મીઠી ચટણી લગાવી.
ત્યારબાદ પાવમાં મસાલો ભરવો અને તેમાં મસાલા સિંગ ભરવી.
ત્યારબાદ તેમાં દાડમના દાણા ઉમેરવા અને સર્વ કરવી. ( દાબેલીને તમે શેકીને પણ ખાઈ શકો છો.)
કચ્છી દાબેલી બનાવવાનો વીડિયો
streetfood
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
ગુજરાતી રસોડું આઈસ્ક્રીમ પ્રેમીઓ માટે એક મજેદાર રેસિપી લઈને આવ્યું છે. જેનું નામ માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ છે. આ બનાવવા માટે તમારે થોડી સરળ સામગ્રીની જરૂર પડશે. તેથી જો તમે પણ ઘરમાં રહીને કંઈક મીઠું, ઠંડુ અને નવું ખાવા ઈચ્છો છો તો આ આઈસ્ક્રીમ સેન્ડવિચ તમારા માટે સારો વિકલ્પ છે.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ માટે સામગ્રી
બ્રેડ સ્લાઈસ – 3 સ્લાઈસ
નટેલા સ્પ્રેડ – જરૂર અનુસાર
છીણેલી ચોકલેટ
વેનિલા આઈસ્ક્રીમ – એક સ્કુપ
બટર – જરૂર અનુસાર
છીણેલી ચીઝ – 1 ક્યુબ
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાની રીત
1.સૌથી પહેલા બધી જ બ્રેડ પર સારી રીતે બટર લગાવવું.
2. ત્યારબાદ ત્રણેય સ્લાઈસ પર બટરની ઉપર જ નટેલા સ્પ્રેડ લગાવવું.
3. નટેલા સ્પ્રેડ લગાવ્યા બાદ બ્રેડની એક સ્લાઈસ પર છીણેલી ચોકલેટ ઉમેરો.
4. બીજી બ્રેડ સ્લાઈસ પર વેનિલા આઈસક્રીમ રાખવું.
5. બંને સ્લાઈસ પર થોડી ચીઝ લગાવો.
6. હવે જે બ્રેડ પર ફક્ત નટેલા સ્પ્રેડ લગાવેલું છે તેને વેનિલા આઈસક્રીમ પર મુકવી.
7. ત્યારબાદ આઈસ્ક્રીમવાળી સેન્ડવીચને ચોકલેટ પર મુકો ત્યારબાદ મનગમતા શેપમાં કટ કરી ઉપરથી છીણેલું ચીઝ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા બધી જ બ્રેડ પર સારી રીતે બટર લગાવવું.
ત્યારબાદ ત્રણેય સ્લાઈસ પર બટરની ઉપર જ નટેલા સ્પ્રેડ લગાવવું.
નટેલા સ્પ્રેડ લગાવ્યા બાદ બ્રેડની એક સ્લાઈસ પર છીણેલી ચોકલેટ ઉમેરો.
બીજી બ્રેડ સ્લાઈસ પર વેનિલા આઈસક્રીમ રાખવું.
બંને સ્લાઈસ પર થોડી ચીઝ લગાવો.
હવે જે બ્રેડ પર ફક્ત નટેલા સ્પ્રેડ લગાવેલું છે તેને વેનિલા આઈસક્રીમ પર મુકવી.
ત્યારબાદ આઈસ્ક્રીમવાળી સેન્ડવીચને ચોકલેટ પર મુકો ત્યારબાદ મનગમતા શેપમાં કટ કરી ઉપરથી છીણેલું ચીઝ ઉમેરી સર્વ કરો.
ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવવાનો વીડિયો
streetfood
બાળકોના મનપસંદ ચીઝ પીઝા પરાઠા બનાવવાની રીત
ઘરમાં જ્યારે પરોઠા બનાવવાની વાત આવે ત્યારે અલગ અલગ પ્રકારના પરોઠા બનાવવાની ડીમાંડ થાય છે. ઘણાને આલુ પરાઠા ખાવા હોય છે તો ઘણાને જીરા પરાઠા. પરંતુ બાળકોને પુછો તો એક જ ડીમાંડ હોય ચીઝ પરાઠાની. તમે પણ ચીઝ પરાઠા તો બનાવ્યા હશે પરંતુ આજે તમને જણાવીએ બાળકોને ભાવે તેવા ચીઝ પીઝા પરાઠા બનાવવાની રીત.
ચીઝ પીઝા પરાઠા માટેની સામગ્રી
પીઝા પાસ્તા સોસ – 1 1/2 ચમચી
બટર – જરૂર અનુસાર
મીક્સ હર્બ – 1 ચમચી
ઓરાગાનો – 1 ચમચી
ચીલી ફ્લેક્સ – 1 ચમચી
પ્લેન માયોનીઝ – 1 ચમચી
પીઝા ટોપીંગ માયોનીઝ – 1 ચમચી
કેપ્સીકમ – અડધી વાટકી
બાફેલી મકાઈ – અડધી વાટકી
બાફેલા ગાજર અને ફણસી – અડધી વાટકી
મરી પાવડર – અડધી ચમચી
ચીઝ – 1 ક્યુબ
ચીઝ સ્લાઈસ
પરોઠાનો લોટ
મીઠું – સ્વાદ અનુસાર
કોથમીર
ચીઝ પીઝા પરાઠા બનાવવાની રીત
1. સૌથી પહેલા એક બાઉલમાં કેપ્સીકમ, મકાઈ, ગાજર, ફણસી ઉમેરો.
2. તેમાં પીઝા પાસ્તા સોસ, મીક્સ હર્બ, ઓરાગાનો, ચીલી ફ્લેક્સ, પ્લેન માયોનીઝ, પીઝા ટોપીંગ માયોનીઝ, મીઠું, કોથમીર, ખમણેલું ચીઝ, મરી પાવડર ઉમેરો.
3. તૈયાર કરેલી કણકમાંથી રોટલી વણો ( એક વાટકી મેંદાના લોટમાં મોણ ઉમેરી કણક તૈયાર કરવી.)
4. તૈયાર રોટલી પર ચીઝ સ્લાઈસ મુકવી.
5. ત્યારબાદ તેના પર તૈયાર કરેલું સ્ટફીંગ સ્પ્રેડ કરો.
6. પરાઠાને બરાબર રોલ કરી હળવા હાથે વણી લેવો.
7. ગરમ તવા પર પરાઠાને મીડીયમ ગેસ પર બંને તરફ બટર લગાવી શેકી લેવો.
8. પરાઠા બરાબર શેકાઈ જાય એટલે પીઝા કટરથી કટ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
ચીઝ પીઝા પરાઠા બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક બાઉલમાં કેપ્સીકમ, મકાઈ, ગાજર, ફણસી ઉમેરો.
તેમાં પીઝા પાસ્તા સોસ, મીક્સ હર્બ, ઓરાગાનો, ચીલી ફ્લેક્સ, પ્લેન માયોનીઝ, પીઝા ટોપીંગ માયોનીઝ, મીઠું, કોથમીર, ખમણેલું ચીઝ, મરી પાવડર ઉમેરો.
તૈયાર કરેલી કણકમાંથી રોટલી વણો ( એક વાટકી મેંદાના લોટમાં મોણ ઉમેરી કણક તૈયાર કરવી.)
તૈયાર રોટલી પર ચીઝ સ્લાઈસ મુકવી.
ત્યારબાદ તેના પર તૈયાર કરેલું સ્ટફીંગ સ્પ્રેડ કરો.
પરાઠાને બરાબર રોલ કરી હળવા હાથે વણી લેવો.
ગરમ તવા પર પરાઠાને મીડીયમ ગેસ પર બંને તરફ બટર લગાવી શેકી લેવો.
પરાઠા બરાબર શેકાઈ જાય એટલે પીઝા કટરથી કટ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
ચીઝ પીઝા પરાઠા બનાવવાનો વીડિયો
streetfood
ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ
સ્ટ્રીટ ફૂટનું નામ આવે એટલે સૌથી પહેલા આપણને વડાપાંઉ યાદ આવે,vadapav આમ તો મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂટ છે,પરંતુ હવે તમને દરેક જગ્યા પર સરસ મજાનો વડાપાંઉ મળી જાય છે, એને હા એમા જ પાછું અલગ-અલગ વેરિએશન તો ખરા જ જેવા કે બટર વડાપાંઉ,ચીઝ વડા પાંઉ, બોમ્બે સ્ટાઇલ વડાપાંઉ પરંતું હવે જે વડાપાંઉ ખૂબ ફેમસ થયો છે એ છે ઉલ્ટા વડાપાંઉ.ઉલ્ટા વડાપાંવમાં સ્વાદ વડાપાંવનો જ પરંતું એક નાવ જ અંદાજમાં તો ચલો બનાવવતા સીખી લઇએ ઉલ્ટાપાંઉ
ઉલ્ટા વડાપાંઉ બનાવવાની સામગ્રી
ખીરૂ બનાવવા માટે
ચણાનો લોટ 1 બાઉલ
મીઠું સ્વાદ અનુસાર
પાણી જરૂર મુજબ
બેકિંગ સોડા 1 ટી સ્પૂન
બટાકાનો માવો બનવવા માટે
2 ચમચી તેલ
½ ‘ટી સ્પુન જીરૂ
1 ચમચી
મીઠા લીમડાંના પાન
આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
લસણ ½ ચમચી
હળદર ½ ચમચી
5 નંગ બાફેલા બટાકા
સ્વાદ પ્રમાણે મીઠું
ચાટ મસાલો ½ ચમચી
કિચન કિંગ 1 ચમચી
કોથમીર
અડધો લીંબુનો રસ
પાઉં
મીઠી ચટણી
તીખી ચટણી
ઉલ્ટા વડાપાંઉ બનાવવાની રીત
ખીરૂ બનાવવાની રીત
ઉલ્ટા વડાપાંઉ બનાવવા માટે એક મોટા બાઉલમાં એક 2કપ જેટલો ચણાનો લોટ ઉમેરો કરો
પછી તેમા સ્વાદઅનુસાર મીઠું ઉમેરો કરો
જરૂર મુજબ પાણી એડ કરી ખીરૂ બનાવી લો ( ધ્યાન રાખવાનું કે એક સાથે વધારે પાણી ના ઉમેરો)
ખીરાને 10 થી 15 મિનિટ રેસ્ટ આપો
ઉલ્ટા વડાંપાંઉનો માવો બનાવવાની રીત
માવો બનાવવા એક પેનમાં બે મોટી ચમચી તેલ લેવું
તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરૂ ઉમેરવું
પછી તેમા 1 ચમચી અડદની દાળ ઉમેરવી
તેમા મીઠા લીમડાંના પાન ઉમેરવા
અડદની દાળ શેકાય એટલે તેમા 2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ એડ કરવી
પછી તેમા ½ ચમચી જીણું ચોપ કરેલું લસણ ઉમેરવું
પછી તેમા હળદર 1 નાની ચમચી ઉમેરવી
બધોજ મસાલો શેકાય એટલે તેમા બાફેલા બટાકાનો માવો ઉમેરવો
તેમા મીંઠુ,ચાટમસાલો,કિચનકિંગ મસાલો એડ કરવો( કિચનકિંગના હોય તો ગરમમસાલો લઇ શકાય)
આ બધો જ મસાલો બરાબર શેકીને મિક્સ કરી લેવો
છેલ્લે તેમા જીણી સમારેલી કોથમીર ઉમેરો.
અને અડધા લીબુંનો રસ ઉમેરવો .
મસાલાને થોડો ઠંડો થવા દઇશું
મસાલો ઠંડો થાય એટલે આપણે ઉલ્ડા વડાપાંઉ બનાવવાની શરૂવાત કરીશું.
ઉલ્ડા વડાપાંઉ બનવવા માટે એક પાંઉ લેવો( પાંઉના હોય તો બ્રેડ પણ લઇ શકાય)
તેના ઉપર મીઠી ચટણી અને તીખી(લીલી ચટણી) અને વડાપાંઉની સૂકી ચટણી લગાવી
પછી પાંઉને બટાકાના માવાથી કવર કરી લેવો
પાંઉ કવર થઇ જાય એટલે જે ચણાના લોટનું ખીરૂ જે આપણે બનાવ્યું છે તેમા આપણે બેકિંગ સોડા એડ કરીશું.
બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકીશું
ખીરામાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું
પછી માવાવાળા પાંઉને ખીરાના ડીપ કરી તેને ગરમ તેલમાં મધ્યમ ગેસ પર તળી લઇશું
તળી લીધા પછી થોડુ ઠંડુ થાય એટલે એને ચાર પીસમાં કટ કરીલો
ઉલ્ડા વડાપાંઉને તીખીચટણી,મીઠી ચટણી અને વડાપાંઉની સૂકી ચટણી સાથે સર્વ કરો તો ત્યાર છે એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ.
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
Drink2 years ago
શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ બનાવવાની રીત
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
instant masala2 years ago
ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત
-
streetfood2 years ago
ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ
-
main course12 months ago
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
-
streetfood2 years ago
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
-
main course2 years ago
હોટલ જેવી સોફ્ટ તંદૂરી નાન ઘરે ઓવન કે તંદૂર વગર બનાવવાની રીત