DESERT
ગરમીમાં ઘરે ફટાફટ બનાવો ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી
ઉનાળાની શરુઆત થાય એટલે દરેક ઘરના ફ્રીઝર આઈસક્રીમ, કુલ્ફી, કેન્ડીથી ભરાઈ જતા હોય છે. કારણ કે આ સમય દરમિયાન બાળકો પણ આઈસક્રીમ ખાવાની ડીમાન્ડ કોઈપણ સમયે કરે છે. તેવામાં આજે તમને એકદમ ઝટપટ અને ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓથી બનતી ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી બનાવવાની રીત જણાવીએ. આ રીતે કુલ્ફી ઝડપથી બને પણ છે અને ટેસ્ટી પણ લાગે છે.
ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફી માટે સામગ્રી
બ્રેડ – 3 સ્લાઈસ
દૂધ – દોઢ કપ
ખાંડ – અડધો કપ
પીસ્તા – 6થી 7 નંગ
મલાઈ – 1 કપ
કેસરનું દૂધ – અડધો કપ
કાજુ બદામ – 8થી 10 નંગ
એલચી પાવડર – જરૂર અનુસાર
ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીની રીત
1. સૌથી પહેલા એક મિક્સર જારમાં કાજુ-બદામ, પીસ્તા અને ખાંડ લેવા અને તેને બરાબર પીસી લેવું.
2. ત્યારબાદ બ્રેડના નાના નાના પીસ કરી દેવા. (વાઈડ બ્રેડ જ લેવી અને તેની સાઈડની કિનારી કાઢી લેવી.)
3. ટુકડા કરેલી બ્રેડને ખાંડના મિશ્રણમાં ઉમેરવી.
4. ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરવું અને પેસ્ટ તૈયાર કરી લેવી.
5. મિક્સરમાં કેસરનું દૂધ ઉમેરવું અને ઘરની મલાઈ 4 ચમચી ઉમેરવી. ( મલાઈને બદલે ક્રીમ અથવા કન્ડેન્સ્ટ મિલ્ક ઉમેરી શકાય છે.)
6. ત્યારબાદ બાકી બચેલું દૂધ અને એલચી પાવડર ઉમેરી ફરીથી બધી સામગ્રીને મિક્સરમાં ચર્ન કરી લેવી.
7. તૈયાર કરેલા મિશ્રણને નાની માટીની મટકીમાં ભરી દેવું અને સિલ્વર ફોઈલથી ઢાંકી તેને ફ્રીઝરમાં મુકી દેવું.
8. 7 કલાક અથવા ઓવર નાઈટ કુલ્ફીને જામવા દેવી અને સર્વ કરતી વખતે પીસ્તાની કતરણ ઉમેરી.
ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીના સ્ટેપ્સ
સૌથી પહેલા એક મિક્સર જારમાં કાજુ-બદામ, પીસ્તા અને ખાંડ લેવા અને તેને બરાબર પીસી લેવું.
ત્યારબાદ બ્રેડના નાના નાના પીસ કરી દેવા. (વાઈડ બ્રેડ જ લેવી અને તેની સાઈડની કિનારી કાઢી લેવી.)
ટુકડા કરેલી બ્રેડને ખાંડના મિશ્રણમાં ઉમેરવી.
ત્યારબાદ તેમાં થોડું દૂધ ઉમેરવું અને પેસ્ટ તૈયાર કરી લેવી.
મિક્સરમાં કેસરનું દૂધ ઉમેરવું અને ઘરની મલાઈ 4 ચમચી ઉમેરવી. ( મલાઈને બદલે ક્રીમ અથવા કન્ડેન્સ્ટ મિલ્ક ઉમેરી શકાય છે.)
ત્યારબાદ બાકી બચેલું દૂધ અને એલચી પાવડર ઉમેરી ફરીથી બધી સામગ્રીને મિક્સરમાં ચર્ન કરી લેવી.
તૈયાર કરેલા મિશ્રણને નાની માટીની મટકીમાં ભરી દેવું અને સિલ્વર ફોઈલથી ઢાંકી તેને ફ્રીઝરમાં મુકી દેવું.
7 કલાક અથવા ઓવર નાઈટ કુલ્ફીને જામવા દેવી અને સર્વ કરતી વખતે પીસ્તાની કતરણ ઉમેરી.
ઈન્સ્ટન્ટ મટકા કુલ્ફીનો વીડિયો
DESERT
ઘરે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવો ટેસ્ટી ચોકો લાવા કેક
જો તમે ડેઝર્ટ ખાવાના શોખીન છો તો આજે તમારા માટે દિવસ ખાસ છે. કારણ કે આજે તમને નાનાથી લઈ મોટાને ભાવે તેવી ચોકો લાવા કેક કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ. તમે પરફેક્ટ માપ સાથે ઘરે સરળતાથી એગલેસ ચોકો લાવા કેક બનાવી શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ કે તમે કેવી રીતે ઘરે એગલેસ ચોકો લાવા કેક તૈયાર કરી શકો છો.
ચોકો લાવા કેક માટેની સામગ્રી
મેંદો – 1/2 કપ
દૂધ – 1/4 કપ
મેલ્ટેડ બટર – 1/4 કપ
બેકિંગ સોડા – 1/8 ચમચી
કંડેન્સ મિલ્ક – 1/4 કપ
બેકિંગ પાવડર – 1/4 ચમચી
મેલ્ટેડ ડાર્ક ચોકલેટ – 1/4 કપ
ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડના ટુકડા – જરૂર અનુસાર
ચોકો લાવા કેક બનાવવાની રીત
1. સૌથી પહેલા એક બાઉલમાં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લેવું. તેમાં કંડેન્સ મિલ્સ ઉમેરવું
2. તેમાં મેલ્ટેડ બટર અને દૂધ પણ ઉમેરી દેવું.
3. બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.
4. બધી સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
5. કેકનું બેટર સારી રીતે મિક્સ કરી કેકના મોલ્ડને અડધું ભરવું.
6. મોલ્ડમાં કેકના બેટર ઉમર ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરો અને ફરીથી કેકનું બેટર ભરી દો.
7. કેક બેક કરવા માટે ઓવનને 10 મિનિટ માટે 170 ડિગ્રી પર પ્રીહિટ કરવું અને પછી આ તાપમાનમાં કેકને 10 મિનિટ માટે બેક કરો.
8. 10 મિનિટ પછી કેકને બહાર કાઢી ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરી સર્વ કરવી.
ચોકો લાવા કેક બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક બાઉલમાં મેલ્ટેડ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લેવું. તેમાં કંડેન્સ મિલ્સ ઉમેરવું
તેમાં મેલ્ટેડ બટર અને દૂધ પણ ઉમેરી દેવું.
બધી જ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.
બધી સામગ્રી મિક્સ થઈ જાય પછી તેમાં મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરો અને બરાબર મિક્સ કરો.
કેકનું બેટર સારી રીતે મિક્સ કરી કેકના મોલ્ડને અડધું ભરવું.
મોલ્ડમાં કેકના બેટર ઉમર ડાર્ક ચોકલેટના ટુકડા ઉમેરો અને ફરીથી કેકનું બેટર ભરી દો.
કેક બેક કરવા માટે ઓવનને 10 મિનિટ માટે 170 ડિગ્રી પર પ્રીહિટ કરવું અને પછી આ તાપમાનમાં કેકને 10 મિનિટ માટે બેક કરો.
10 મિનિટ પછી કેકને બહાર કાઢી ઠંડી થવા દેવી અને પછી અનમોલ્ડ કરી સર્વ કરવી.
ચોકો લાવા કેક બનાવવાનો વીડિયો
DESERT
તહેવારમાં ઘરે બનાવો બેસનના મોહનથાળ, નોંધી પરફેક્ટ માપ સાથેની રીત
મોહનથાળ એ પરંપરાગત ભારતીય મીઠાઈ છે જે તહેવાર દરમિયાન મોટાભાગના ગુજરાતીઓના ઘરોમાં બને છે. પરંતુ ઘણી ગૃહિણીઓની ફરિયાદ હોય છે કે ઘરે મોહનથાળ એકદમ સોફ્ટ બનતો નથી. તો ચાલો આજે તમારી આ ફરિયાદ દુર કરી દઈએ અને જણાવીએ પરફેક્ટ માપ સાથેની સોફ્ટ મોહનથાળ બનાવવાની રીત.
મોહનથાળ બનાવવા માટેની સામગ્રી
બેસન – 2 કપ
ખાંડ – સવા કપ
ઘી – 1 કપ
દૂધ – 1 કપ
કેસર – 10 થી 12 તાંતણા
એલચીનો પાવડર – જરૂર અનુસાર
બદામની કતરણ – ડેકોરેટ કરવા માટે
મોહનથાળ બનાવવાની રીત
1. એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં 3 ચમચી ઘી અને 6 ચમચી દૂધ ઉમેરો
2. બેસનને હળવા હાથે મિક્સ કરી બાઉલમાં હથેળીની મદદથી દબાવી લો. અને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.
3. 15 મિનિટ પછી લોટને બરાબર ચાળી લો. આમ કરવાથી દાણાદાર લોટ તૈયાર થશે.
4. એક પેનમાં 1 કપ ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.
5. બીજા એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી ઉકાળવા મુકો.
6. ખાંડ ઓગળે એટલે તેમાં કેસરના તાંતણા ઉમેરો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો.
7. લોટ શેકાઈ જાય અને તેનો રંગ બદલી જાય એટલે તેમાં તૈયાર કરેલી ચાસણી ધીરેધીરે ઉમેરી બરાબર મિક્સ કરો.
8. ત્યારબાદ તેમાં એલચી પાવડર અને 1 ચમચી દૂધ ઉમેરો.
9. તૈયાર કરેલા મિશ્રણને મોહનથાળના મોલ્ડમાં ભરી તેને બદામની કતરણથી ગાર્નિસ કરો.
10. મોહનથાળ ઠંડો થાય પછી તેને અનમોલ્ડ કરી મનપસંદ આકારમાં કટ કરી સર્વ કરો.
મોહનથાળ બનાવવાના સ્ટેપ્સ
એક મોટા બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં 3 ચમચી ઘી અને 6 ચમચી દૂધ ઉમેરો
બેસનને હળવા હાથે મિક્સ કરી બાઉલમાં હથેળીની મદદથી દબાવી લો. અને 15 મિનિટ માટે ઢાંકીને રાખો.
15 મિનિટ પછી લોટને બરાબર ચાળી લો. આમ કરવાથી દાણાદાર લોટ તૈયાર થશે.
એક પેનમાં 1 કપ ઘી ગરમ કરી તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી ધીમા તાપે શેકી લો.
બીજા એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી ઉકાળવા મુકો.
ખાંડ ઓગળે એટલે તેમાં કેસરના તાંતણા ઉમેરો અને દોઢ તારની ચાસણી તૈયાર કરો.
લોટ શેકાઈ જાય અને તેનો રંગ બદલી જાય એટલે તેમાં તૈયાર કરેલી ચાસણી ધીરેધીરે ઉમેરી બરાબર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં એલચી પાવડર અને 1 ચમચી દૂધ ઉમેરો.
તૈયાર કરેલા મિશ્રણને મોહનથાળના મોલ્ડમાં ભરી તેને બદામની કતરણથી ગાર્નિસ કરો.
મોહનથાળ ઠંડો થાય પછી તેને અનમોલ્ડ કરી મનપસંદ આકારમાં કટ કરી સર્વ કરો.
મોહનથાળ બનાવવાનો વીડિયો
DESERT
દૂધની ડેરી જેવો ડ્રાયફ્રૂટ મઠો ઘરે બનાવવાની પરફેકટ રીત
ગરમીની સીઝનમાં જો બપોરે જમવામાં ઠંડો ઠંડો મઠ્ઠો મળી જાય તો બીજું શું જોઈએ ? પણ તકલીફ એ હોય છે કે મઠ્ઠો ડેરીમાંથી લાવવો પડે છે. વારંવાર મઠ્ઠો ખાવાની ઈચ્છા થતી હોય તો દર વખતે બજારમાંથી લાવવો શક્ય ન બને. તો આજે તમારી આ સમસ્યાનું સમાધાન તમને જણાવીએ. તમે ઘરે જ થોડી જ મિનિટોમાં ડેરી જેવો જ મસ્ત ડ્રાયફ્રુટ મઠ્ઠો બનાવી શકો છો. તો ફટાફટ નોંધી લો મઠો બનાવવાની રીત.
ડ્રાયફ્રૂટ મઠો બનાવવાની સામગ્રી
દહીં – 400 ગ્રામ
બુરું ખાંડ – 3 ચમચી
મિલ્ક પાવડર – 2 ચમચી
એલચી પાવડર – અડધી ચમચી
રોસ્ટેડ ડ્રાયફ્રુટ – 2 ચમચી
કેસર – 15થી 20 તાંતણા દૂધમાં પલાળેલા
નોંધ – મઠ્ઠા માટેનું દહીં જામી જાય એટલે તેને ગરણીમાં મલમલનું કપડું રાખી 5થી 6 કલાક માટે પાણી નીતારવા માટે રાખવું. દહીંને આ પ્રોસેસ દરમિયાન ફ્રીઝમાં રાખવું જેથી તે ખાટું ન થઈ જાય.
ડ્રાયફ્રૂટ મઠો બનાવવાની રીત
1. એક મિક્સીંગ બાઉલમાં દહીંનો તૈયાર કરેલો મસ્કો લેવો.
2. તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરો અને મિક્સ કરો.
3. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો.
4. તેમાં એલચી પાવડર, દૂધમાં પલાળેલું કેસર ઉમેરો.
5. આ મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરો, ડ્રાયફ્રુટમાં બદામ, કાજુ અને કિસમિશ ઉમેરો.
6. બધી જ સામગ્રીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે એકરસ ન થઈ જાય.
7. ત્યારબાદ મઠ્ઠાને ઠંડો કરી સર્વ કરો.
ડ્રાયફ્રૂટ મઠો બનાવવાના સ્ટેપ્સ
એક મિક્સીંગ બાઉલમાં દહીંનો તૈયાર કરેલો મસ્કો લેવો.
તેમાં 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરો અને મિક્સ કરો.
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર ઉમેરી શકો છો.
તેમાં એલચી પાવડર, દૂધમાં પલાળેલું કેસર ઉમેરો.
આ મિશ્રણમાં ડ્રાયફ્રુટ ઉમેરો, ડ્રાયફ્રુટમાં બદામ, કાજુ અને કિસમિશ ઉમેરો.
બધી જ સામગ્રીને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે એકરસ ન થઈ જાય.
ત્યારબાદ મઠ્ઠાને ઠંડો કરી સર્વ કરો.
ડ્રાયફ્રૂટ મઠો બનાવવાના વીડિયો
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
Drink2 years ago
શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ બનાવવાની રીત
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
instant masala2 years ago
ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત
-
streetfood2 years ago
ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ
-
main course12 months ago
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
-
streetfood2 years ago
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
-
main course2 years ago
હોટલ જેવી સોફ્ટ તંદૂરી નાન ઘરે ઓવન કે તંદૂર વગર બનાવવાની રીત