main course
હોટેલ જેવી ટેસ્ટી દાલફ્રાય ઘરે બનાવવાની રીત
દાળમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે. દરેક ગુજરાતી ઘરમાં રોજ દાળ બને છે. આ દાળ અલગ અલગ હોય છે. દાળ આપણા દૈનિક આહારની મહત્વની વાનગી છે. આજ સુધી તમે ઘરે સાદી દાળ તો ઘણીવખત ખાધી હશે પરંતુ દાલ ફ્રાય જ્યારે બહાર જમવા જવાનું થાય ત્યારે જ ખાતા હશો. કારણ કે ઘરે રેસ્ટોરન્ટ જેવી દાળ બનતી નથી… જો કે તમારી સાથે આવું હવે નહીં થાય. આજે તમને રેસ્ટોરન્ટ જેવી જ દાલ ફ્રાય ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવીએ.
દાલફ્રાય બનાવવાની સામગ્રી
તુવેર દાળ – અડધો કપ
ચણાની દાળ – પા વાટકી
મસુરની દાળ – 3 ચમચી
ટમેટા ઝીણા સમારેલા
ઝીણી સમારેલી ડુંગળી
લસણ ઝીણું સમારેલું – 2 ચમચી
લીલા મરચાંની પેસ્ટ
સુકુ લાલ મરચું – 1
ગરમ મસાલો – 1 ચમચી
લાલ મરચું પાવડર – 2 ચમચી
હળદર
મીઠું સ્વાદ અનુસાર
તેલ – 5 ચમચી
કસૂરી મેથી – 1 ચમચી
ધાણાજીરું – અડધી ચમચી
જીરું – એક નાની ચમચી
લીંબુનો રસ – 1 ચમચી
સ્મોકી ફ્લેવર આપવા માટે કોલસો
દાલફ્રાય બનાવવાની રીત
1. સૌથી પહેલા એક પેન ગરમ મુકી તેમાં 4થી 5 મોટી ચમચી તેલ ગરમ મુકવું. તેમાં સુકુ લાલ મરચું, જીરું અને લસણ તેમજ લીલા મરચાં ઉમેરી બરાબર સાંતળો.
2. સાંતળેલા લસણમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, કસુરી મેથી અને ટામેટા ઉમેરી બરાબર મીક્સ કરો.
3. ત્રણેય પ્રકારની દાળને 30 મિનિટ પાણીમાં પલાળી તેને બરાબર ધોઈ અને કુકરમાં હળદર,મીઠું ઉમેરી બાફી લેવી. ત્યારબાદ તેને તૈયાર કરેલા મસાલામાં ઉમેરવી.
4. દાળને પાતળી કરવા માટે જરૂર અનુસાર પાણી ઉમેરી 15 મિનિટ કુક કરો. ત્યારબાદ કોલસાને ગરમ કરો.
5. દાળમાં એક વાટકી મુકી તેમાં કોલસો મુકી તેમાં ઘી રેડી ઢાંકી દો. 5 મિનિટ પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો.
6. દાળને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર વઘાર કરવો. ( વઘાર માટે તેલમાં જીરું સાંતળી તેમાં લસણ, લાલ મરચું ઉમેરી વઘાર કરવો )
દાલફ્રાય બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક પેન ગરમ મુકી તેમાં 4થી 5 મોટી ચમચી તેલ ગરમ મુકવું. તેમાં સુકુ લાલ મરચું, જીરું અને લસણ તેમજ લીલા મરચાં ઉમેરી બરાબર સાંતળો.
સાંતળેલા લસણમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો, ધાણાજીરું, કસુરી મેથી અને ટામેટા ઉમેરી બરાબર મીક્સ કરો.
ત્રણેય પ્રકારની દાળને 30 મિનિટ પાણીમાં પલાળી તેને બરાબર ધોઈ અને કુકરમાં હળદર,મીઠું ઉમેરી બાફી લેવી. ત્યારબાદ તેને તૈયાર કરેલા મસાલામાં ઉમેરવી.
દાળને પાતળી કરવા માટે જરૂર અનુસાર પાણી ઉમેરી 15 મિનિટ કુક કરો. ત્યારબાદ કોલસાને ગરમ કરો.
દાળમાં એક વાટકી મુકી તેમાં કોલસો મુકી તેમાં ઘી રેડી ઢાંકી દો. 5 મિનિટ પછી તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી દો.
દાળને સર્વિંગ બાઉલમાં લઈ તેના પર વઘાર કરવો. ( વઘાર માટે તેલમાં જીરું સાંતળી તેમાં લસણ, લાલ મરચું ઉમેરી વઘાર કરવો )
દાલફ્રાય બનાવવાનો વીડિયો
main course
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
જ્યારે બહાર કાઠિયાવાડી ભોજન ખાવાની વાત આવે તો મોટાભાગના લોકોના ઓર્ડરમાં એક શાક તો હોય જ છે. આ શાક છે સેવ ટામેટાનું શાક, ઢાબામાં બનતા સેવ ટામેટાના શાકનો સ્વાદ જ કંઈક ઓર હોય છે. ઘરે જ્યારે આ શાક બને છે તો બધાને થાય કે ઢાબામાં બને તેવું નથી બન્યું. તો ચાલો આજે તમને ઢાબા સ્ટાઈલનું કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક કેવી રીતે બનાવવું તે જણાવી દઈએ.
સેવ ટામેટાનું શાક બનાવવાની સામગ્રી
સુકું લાલ મરચું – 1
કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
છીણેલું આદુ – 1 ચમચી
ખાંડ – દોઢ ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 1 ચમચી
લીલા ધાણા – જરૂર અનુસાર
કસુરી મેથી – 1 ચમચી
લસણની ચટણી – 2 ચમચી
ક્રીમ – પા કપ
સમારેલા ટામેટા -2
2 ટામેટાની પ્યુરી
જાડી સેવ- 4 ચમચી
તેલ – વધાર માટે
હળદર – અડધી ચમચી
ધાણાજીરું – અડધી ચમચી
રાઈ – અડધી ચમચી
જીરું – અડધી ચમચી
લસણની ચટણી બનાવવાની રીત
પા કપ લસણને વાટી તેમાં સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું અને સીંગતેલ ઉમેરી બરાબર વાટી લેવું. હવે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં હીંગનો વધાર કરી તૈયાર ચટણીને 2, 3 મિનિટ સાંતળો. ત્યારબાદ ગેસ બંધ કરી તેમાં 1 ચમચી લીંબુનો રસ એડ કરી સ્ટોર કરી લેવી.
સેવ ટામેટાનું શાક બનાવવાની રીત
1. એક બાઉલમાં લસણની ચટણી લેવી તેમાં હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. 10 મિનિટ માટે પેસ્ટને રેસ્ટ આપો.
2. હવે એક પેનમાં તેલ લઈ તેમાં સુકુ લાલ મરચું, રાઈ, જીરું ઉમેરી તેમાં આદું, લીલા મરચાં ઉમેરી વઘારને સાંતળી લો.
3. આ વઘારમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરી દો. આ પેસ્ટ ઉમેરો ત્યારે ગેસ સ્લો રાખવો.
4. આ ગ્રેવીમાં સમારેલા ટામેટા ઉમેરો, ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક થવા દેવા.
5. ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. ટામેટાને ઢાંકીને 5 મિનિટ કુક કરો.
6. તેલ છુટુ પડી જાય પછી તેમાં ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી અને પા કપ મલાઈ ઉમેરવી. (મલાઈના બદલે ઘટ્ટ દહીં પણ ઉમેરી શકાય.)
7. 2 મિનિટ મસાલાને ઢાંકીને કુક કરો અને પછી થોડું પાણી ઉમેરી તેમાં જાડી સેવ ઉમેરી બરાબર મિક્સ કરો.
8. 5 મિનિટ બાદ લીલાધાણા ઉમેરી ગરમગરમ સર્વ કરો.
સેવ ટામેટાનું શાક બનાવવાના સ્ટેપ્સ
એક બાઉલમાં લસણની ચટણી લેવી તેમાં હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરવી. 10 મિનિટ માટે પેસ્ટને રેસ્ટ આપો.
હવે એક પેનમાં તેલ લઈ તેમાં સુકુ લાલ મરચું, રાઈ, જીરું ઉમેરી તેમાં આદું, લીલા મરચાં ઉમેરી વઘારને સાંતળી લો.
આ વઘારમાં તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરી દો. આ પેસ્ટ ઉમેરો ત્યારે ગેસ સ્લો રાખવો.
આ ગ્રેવીમાં સમારેલા ટામેટા ઉમેરો, ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક થવા દેવા.
ટામેટા સોફ્ટ થઈ જાય પછી તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર ઉમેરો. ટામેટાને ઢાંકીને 5 મિનિટ કુક કરો.
તેલ છુટુ પડી જાય પછી તેમાં ગરમ મસાલો, ખાંડ, કસુરી મેથી અને પા કપ મલાઈ ઉમેરવી. (મલાઈના બદલે ઘટ્ટ દહીં પણ ઉમેરી શકાય.)
2 મિનિટ મસાલાને ઢાંકીને કુક કરો અને પછી થોડું પાણી ઉમેરી તેમાં જાડી સેવ ઉમેરી બરાબર મિક્સ કરો.
5 મિનિટ બાદ લીલાધાણા ઉમેરી ગરમગરમ સર્વ કરો.
સેવ ટામેટાનું શાક બનાવવાનો વીડિયો
main course
એકદમ રૂ જેવા પોચા શેકેલી મેથીની ભાજીના થેપલા બનાવવાની રીત
ગુજરાતી વ્યક્તિ ક્યાંય પણ જાય તેની સાથે થેપલા તો હોય જ… થેપલા ગુજરાતીઓના પર્યાય બની ગયા છે. થેપલા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેને 2, 3 દિવસ સુધી ખાઈ શકાય છે તેથી વિદેશ જતા ગુજરાતીઓ પણ થેપલા બનાવી સાથે લઈ જાય છે. જો કે રુ જેવા પોચાં થેપલા બનાવવા પણ એક કળા છે. જો થેપલા સારી રીતે બન્યા હોય તો તેને ઠંડા ખાવાની પણ મજા આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ રુ જેવા પોચા થેપલા બનાવવાની પરફેક્ટ રીત
મેથીના થેપલા બનાવવાની સામગ્રી
ઘઉંનો લોટ – જરૂર અનુસાર
મેથીની ભાજી – 1 કપ
દહીં – 3 ચમચી
લીલા મરચાં અને લસણની પેસ્ટ – 2 ચમચી
તલ – 2 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
તેલ – 3 ચમચી
લાલ મરચું પાવડર – દોઢ ચમચી
હળદર – અડધી ચમચી
મેથીની ભાજીના થેપલા બનાવવાની રીત
1. એક પેનમાં 3 ચમચી તેલ ઉમેરી તેમાં જીરું અને તલ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરો.
2. લસણ બરાબર સંતળાઈ જાય પછી તેમાં 1 કપ મેથીની ભાજીના પાન ઉમેરી તેમાં હળદર ઉમેરી ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડું થવા દો.
3. મેથીની ભાજી ઠંડી થાય એટલે તેને એક વાસણમાં કાઢી તેમાં દહીં, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બધી સામગ્રીને મિક્સ કરો.
4. હવે મેથીની ભાજીના મિશ્રણમાં જરૂર જણાય એટલો લોટ ઉમેરતાં જવું અને કણક તૈયાર કરવી. આ લોટમાં પાણીનો ઉપયોગ ન કરવો.
5. લોટને 10 માટે રેસ્ટ આપો અને પછી લોટને સારી રીતે કેળવી લેવો અને પછી તેમાંથી લુઆ કરી થેપલા વણી લો.
6. થેપલાને ગરમ તવા પર બંને બાજુ કાચા-પાક શેકી લેવા. ત્યારબાદ તેના પર તેલ લગાવી બંને બાજુ શેકી લેવા.
7. થેપલાને બંને તરફ શેક્યા બાદ ગરમા ગરમ સર્વ કરો.
મેથીની ભાજીના થેપલા બનાવવાના સ્ટેપ્સ
એક પેનમાં 3 ચમચી તેલ ઉમેરી તેમાં જીરું અને તલ ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરો.
લસણ બરાબર સંતળાઈ જાય પછી તેમાં 1 કપ મેથીની ભાજીના પાન ઉમેરી તેમાં હળદર ઉમેરી ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડું થવા દો.
મેથીની ભાજી ઠંડી થાય એટલે તેને એક વાસણમાં કાઢી તેમાં દહીં, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને બધી સામગ્રીને મિક્સ કરો.
હવે મેથીની ભાજીના મિશ્રણમાં જરૂર જણાય એટલો લોટ ઉમેરતાં જવું અને કણક તૈયાર કરવી. આ લોટમાં પાણીનો ઉપયોગ ન કરવો.
લોટને 10 માટે રેસ્ટ આપો અને પછી લોટને સારી રીતે કેળવી લેવો અને પછી તેમાંથી લુઆ કરી થેપલા વણી લો.
થેપલાને ગરમ તવા પર બંને બાજુ કાચા-પાક શેકી લેવા. ત્યારબાદ તેના પર તેલ લગાવી બંને બાજુ શેકી લેવા.
થેપલાને બંને તરફ શેક્યા બાદ ગરમા ગરમ સર્વ કરો.
મેથીની ભાજીના થેપલા બનાવવાનો વીડિયો
main course
લગ્ન-પ્રસંગમાં બનતી ગુજરાતી દાળ બનાવવાની રીત
લગ્નપ્રસંગમાં ખવાતી ગુજરાતી દાળનો સ્વાદ તમને પણ દાઢે વળગેલો હશે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે ગંમે એટલી ટ્રાય કરીએ પ્રસંગ જેવી દાળ ઘરે બનતી નથી. પરંતુ આ ફરિયાદ હવે તમને નહીં થાય. આજે તમને લગ્નપ્રસંગમાં બનતી ખટમીઠ્ઠી અને ઘટ્ટ દાળ ઘરે કઈ રીતે બનાવવી તેની રીત જણાવીએ. આ રીતે બનાવશો તો દાળ એકદમ ટેસ્ટી બનશે.
ગુજરાતી દાળ બનાવવાની સામગ્રી
મેથી – અડધી ચમચી
રાઈ- અડધી ચમચી
ગોળ – 4 ચમચી
સૂરણ – અડધો કપ
ખારેક – 2 ખારેક
બાફેલા સિંગદાણા – 5થી 6
ખડા મસાલા(ચક્રીફુલ,તલ,લવિંગ, સુકુ મરચું, જાવંત્રી, તમાલપત્ર)
લીલો લીમડો – 5થી 6 પાન
છીણેલું આદુ – 1 ચમચી
કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
લીલા ધાણા
આમલીનું પાણી – 4થી 5 ચમચી
બાફેલા સિંગદાણા અને ખારેક
બાફેલી તુવેર દાળ – 1 કપ
તેલ – 5 ચમચી
પાણી – જરૂર મુજબ
મીઠું- સ્વાદ અનુસાર
હળદર – અડધી ચમચી
ધાણાજીરું – એક ચમચી
ગુજરાતી દાળ બનાવવાની રીત
1. સૌથી પહેલા એક કઢાઈમાં તેલ લઈ તેમાં 1 ચક્રીફુલ, 1 ટુકડો તલ, 2 લવિંગ, 1 સુકુ મરચું, 1 જાવંત્રી, 1 તમાલપત્ર અને રાઈ અને મેથી ઉમેરો. રાઈ તતડી જાય એટલે તેમાં હિંગનો વધાર કરો.
2. ત્યારબાદ તેમાં લીલો લીમડો અને લાલ મરચું પાવડર ઉમેરો.
3. ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી દો. બાફેલી દાળ ઉમેર્યા બાદ જરૂર અનુસાર પાણી, મીઠું અને હળદર, ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો.
4. દાળમાં છીણેલું આદું ઉમેરો.
5. દાળમાં ગોળ ઉમેરો અને આમલીનું પાણી ઉમેરો.
6. ત્યારબાદ દાળમાં બાફેલું સુરણ, ખારેક અને સિંગદાણા ઉમેરો.
7. દાળને 15થી 20 મિનિટ ધીમા તાપે ઉકાળવી.
8. દાળ બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેમાં કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
ગુજરાતી દાળ બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક કઢાઈમાં તેલ લઈ તેમાં 1 ચક્રીફુલ, 1 ટુકડો તલ, 2 લવિંગ, 1 સુકુ મરચું, 1 જાવંત્રી, 1 તમાલપત્ર અને રાઈ અને મેથી ઉમેરો. રાઈ તતડી જાય એટલે તેમાં હિંગનો વધાર કરો.
ત્યારબાદ તેમાં લીલો લીમડો અને લાલ મરચું પાવડર ઉમેરો.
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી દો. બાફેલી દાળ ઉમેર્યા બાદ જરૂર અનુસાર પાણી, મીઠું અને હળદર, ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરો.
દાળમાં છીણેલું આદું ઉમેરો.
દાળમાં ગોળ ઉમેરો અને આમલીનું પાણી ઉમેરો.
ત્યારબાદ દાળમાં બાફેલું સુરણ, ખારેક અને સિંગદાણા ઉમેરો.
દાળને 15થી 20 મિનિટ ધીમા તાપે ઉકાળવી.
દાળ બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેમાં કોથમીર ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
ગુજરાતી દાળ બનાવવાનો વીડિયો
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
Drink2 years ago
શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ બનાવવાની રીત
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
instant masala2 years ago
ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત
-
streetfood2 years ago
ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ
-
main course12 months ago
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
-
streetfood2 years ago
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
-
main course2 years ago
હોટલ જેવી સોફ્ટ તંદૂરી નાન ઘરે ઓવન કે તંદૂર વગર બનાવવાની રીત