Drink
સમર વેકેશનમાં ઘરે આવતા મહેમાનો પીવડાવો રોઝ તાજ મોકટેલ, ફટાફટ નોંધી લો રીત
ઉનાળામાં વેકેશન શરુ થાય એટલે ઘરમાં મહેમાનોની અવરજવર પણ વધી જાય છે. જ્યારે પણ ઘરમાં મહેમાન આવે ત્યારે તેમને મોટાભાગે આઈસ્ક્રીમ, સોડા, શરબત પીસરવામાં આવે છે. પરંતુ આ વખતે જ્યારે તમારા ઘરે મહેમાન આવે ત્યારે આ ત્રણેય વસ્તુથી બનતું મોકટેલ પીરસજો. આ મોકટેલ ફટાફટ બની જાય છે અને તેનો સ્વાદ પણ મહેમાનોને દાઢે વળગી જશે.
રોઝ તાજ મોકટેલ માટેની સામગ્રી
રોઝ સીરપ – 3 ચમચી
સ્ટ્રોબેરી સીરપ – 2 ચમચી
આઈસક્રીમ – 2 ચમચી
લીંબુ સોડા
બરફ
રોઝ તાજ મોકટેલ બનાવવાની રીત
1. એક સર્વિંગ ગ્લાસ લેવો તેમાં સ્ટ્રોબેરી સીરપ સૌથી પહેલા એડ કરવું.
2. તેની ઉપર રોઝ સીરપ એડ કરવું.
3. ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરવા અને તેને મિક્સ કરી લેવું.
4. સીરપમાં આઈસક્રીમ ઉમેરવું.
5. સૌથી છેલ્લે તેમાં ગ્લાસ ભરાય એટલી લીંબુ સોડા ઉમેરવી અને સર્વ કરવું.
રોઝ તાજ મોકટેલ બનાવવાના સ્ટેપ્સ
એક સર્વિંગ ગ્લાસ લેવો તેમાં સ્ટ્રોબેરી સીરપ સૌથી પહેલા એડ કરવું.
તેની ઉપર રોઝ સીરપ એડ કરવું.
ત્યારબાદ તેમાં બરફના ટુકડા એડ કરવા અને તેને મિક્સ કરી લેવું.
સીરપમાં આઈસક્રીમ ઉમેરવું.
સૌથી છેલ્લે તેમાં ગ્લાસ ભરાય એટલી લીંબુ સોડા ઉમેરવી અને સર્વ કરવું.
રોઝ તાજ મોકટેલ બનાવવાનો વીડિયો
Drink
ઘરમાં હાજર વસ્તુઓમાંથી ફટાફટ બનાવો ગ્રીન લાઈટ મોકટેલ
ઘરે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તેમને શરબત અથવા તો સોડા પીવડાવવામાં આવે છે. પરંતુ જો તમારે મહેમાનોને કંઈક નવું પીવડાવવું હોય તો તેના માટે બેસ્ટ વિકલ્પ છે ગ્રીન લાઈટ મોકટેલ. આ મોકટેલ ઘરમાં હાજર વસ્તુઓથી ફટાફટ બની જાય છે અને મહેમાનોને પીવડાવશો તો તમારી વાહ વાહ થશે.
ગ્રીન લાઈટ મોકટેલ બનાવવાની સામગ્રી
પોલો પીપરનો પાવડર – 2થી 3 ગોળી
ખસ સીરપ – 2થી 3 ચમચી
સ્પ્રાઈટ – જરૂર અનુસાર
ફુદીનાના પાન – 3થી 4
લીંબુનો રસ – 1 ચમચી
વેનિલા આઈસ્ક્રીમ – 1 સ્કુપ
બરફ
ગ્રીન લાઈટ મોકટેલ બનાવવાની રીત
1. સૌથી પહેલા એક સર્વિંગ ગ્લાસમાં ખસનું સીપર એડ કરવું. ખસ સીરપને બદલે કિવી ક્રશ લઈ શકાય છે.
2. તેમાં પોલો પીપરનો પાવડર ઉમેરો.
3. તેમાં ફુદીનાના પાન ઝીણા સમારીને ઉમેરવા.
4. તેમાં લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રીને બરાબર મિક્સ કરો.
5. તેમાં બરફ એડ કરી તેમાં આઈસક્રીમ ઉમેરો.
6. ત્યારબાદ ગ્લાસને સ્પ્રાઈટ સોડાથી ભરો અને સર્વ કરો.
ગ્રીન લાઈટ મોકટેલ બનાવવાના સ્ટેપ્સ
સૌથી પહેલા એક સર્વિંગ ગ્લાસમાં ખસનું સીપર એડ કરવું. ખસ સીરપને બદલે કિવી ક્રશ લઈ શકાય છે.
તેમાં પોલો પીપરનો પાવડર ઉમેરો.
તેમાં ફુદીનાના પાન ઝીણા સમારીને ઉમેરવા.
તેમાં લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રીને બરાબર મિક્સ કરો.
તેમાં બરફ એડ કરી તેમાં આઈસક્રીમ ઉમેરો.
ત્યારબાદ ગ્લાસને સ્પ્રાઈટ સોડાથી ભરો અને સર્વ કરો.
ગ્રીન લાઈટ મોકટેલ બનાવવાનો વીડિયો
Drink
ગરમીમાં ઠંડકનો અનુભવ કરાવે તેવો તરબૂચ મોજીતો આ રીતે બનાવો ઘરે
ઉનાળો શરુ થાય એટલે અંગ દઝાડતી ગરમી પડવા લાગે છે. તેવામાં કંઈજ ખાવાનું મન થતું નથી. ઈચ્છા સતત એવી થાય કે કંઈ ઠંડુઠંડુ ખાવા કે પીવા મળે. તેવામાં આ સીઝનમાં મળતા ફ્રુટ એટલે કે તરબૂચનો ઉપયોગ કરી આજે તમને બનાવતા શીખવાડીએ તરબૂચ મોજીતો. જે ફટાફટ બની જાય છે અને તેને પીવાથી તન-મનમાં તાજગી અને ઠંડક થઈ જાય છે.
તરબૂચ મોજીતો બનાવવાની સામગ્રી
તરબૂચ – 100 ગ્રામ
ફુદીનાના પાન – 2 ચમચી
ખાંડ – 2 ચમચી
લીંબુ –
સંચળ પાવડર – 1 ચમચી
બરફ- જરૂર અનુસાર
તરબૂચ મોજીતો બનાવવાની રીત
1. એક મિક્સર જારમાં તરબૂચના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરવા.
2. તેમાં ખાંડ અને સંચળ પાવડર ઉમેરી બધી વસ્તુને બરાબર ચર્ન કરી લેવી.
3. જે ગ્લાસમાં મોજીતો સર્વ કરવાનો હોય તેની કિનારી પર લીંબુ લગાવવું.
4. ત્યારબાદ ગ્લાસને મીઠામાં ડીપ કરી ડેકોરેટ કરવો.
5. ત્યારબાદ ગ્લાસમાં તૈયાર મોજીતો એડ કરી તેમાં લીંબુના ટુકડા એડ કરવા
6. છેલ્લે તેમાં આઈસક્યુબ એડ કરી ફુદીનાથી ગાર્નિસ કરી સર્વ કરો.
તરબૂચ મોજીતો બનાવવાના સ્ટેપ્સ
એક મિક્સર જારમાં તરબૂચના ટુકડા અને ફુદીનાના પાન ઉમેરવા.
તેમાં ખાંડ અને સંચળ પાવડર ઉમેરી બધી વસ્તુને બરાબર ચર્ન કરી લેવી.
જે ગ્લાસમાં મોજીતો સર્વ કરવાનો હોય તેની કિનારી પર લીંબુ લગાવવું.
ત્યારબાદ ગ્લાસને મીઠામાં ડીપ કરી ડેકોરેટ કરવો.
ત્યારબાદ ગ્લાસમાં તૈયાર મોજીતો એડ કરી તેમાં લીંબુના ટુકડા એડ કરવા
છેલ્લે તેમાં આઈસક્યુબ એડ કરી ફુદીનાથી ગાર્નિસ કરી સર્વ કરો.
તરબૂચ મોજીતો બનાવવાનો વીડિયો
Drink
કેરીની આ સીઝનમાં બાળકોને પીવડાવો ઘરે બનાવેલી મેંગો ફ્રુટી
મેંગો ફ્રુટી એવું પીણું છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. ખાસ કરીને જે લોકોને કેરી ભાવતી હોય તેમનું તો આ ડ્રિંક ફેવરીટ હોય છે. પરંતુ તકલીફ એ હોય છે ફ્રુટી હંમેશા બજારમાંથી ખરીદવી પડે છે. તેવામાં હંમેશા મનમાં ચિંતા રહે છે કે તે ફ્રેશ હશે કે કેમ, તેનાથી કોઈ આડઅસર ન થઈ જાય વગેરે… આ બધી જ ચિંતાઓ દુર થઈ જાય તે માટે આજે તમને જણાવીએ ઘરે મેંગો ફ્રુટી બનાવવાની રીત
મેંગો ફ્રુટી બનાવવાની સામગ્રી
પાકી કેરી – 2 કપ
કાચી કેરી – 1/2 કપ
ખાંડ – 3/4 કપ
પાણી – 2 કપ
મેંગો ફ્રુટી બનાવવાની રીત
1. મેંગો ફ્રુટી બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગેસ પર ગરમ કરવા મુકવું અને તેમાં પાકી કેરી ઉમેરવી. ફ્રુટી માટે પાકી કેરી મીઠી હોય તેવી લેવી.
2. ત્યારબાદ પેનમાં કાચી કેરી ઉમેરવી. જો પાકી કેરી ખાટી-મીઠી હોય તો કાચી કેરીનું પ્રમાણ ઘટાડવું.
3. કેરીની સાથે પેનમાં ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા બાદ તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દેવું.
4. કાચી કેરી કુક થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે બધી જ સામગ્રીને ઉકાળો. (ફ્રુટી બનાવવા માટે તમે બંને કેરીને ક્રશ કરીને પણ લઈ શકો છો.)
5. 10 થી 15 મિનિટ બાદ કેરીનું મિશ્રણ તૈયાર થઈ જશે. આ મિશ્રણને એક બાઉલમાં સ્ટેનરની મદદથી ગાળી લેવું અને ઠંડુ થવા દેવું.
6. કેરીના મિશ્રણને મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું.
7. ક્રશ કરેલા મિશ્રણને પહેલાના જ બાઉલમાં પાણીમાં ગાળીને ઉમેરી દો.
8. તેમાં 4 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલી ફ્રુટીને કાચની બોટલમાં ભરી 15 દિવસ સ્ટોર કરી શકો છો.
મેંગો ફ્રુટી બનાવવાના સ્ટેપ્સ
મેંગો ફ્રુટી બનાવવા માટે સૌથી પહેલા એક પેનને ગેસ પર ગરમ કરવા મુકવું અને તેમાં પાકી કેરી ઉમેરવી. ફ્રુટી માટે પાકી કેરી મીઠી હોય તેવી લેવી.
ત્યારબાદ પેનમાં કાચી કેરી ઉમેરવી. જો પાકી કેરી ખાટી-મીઠી હોય તો કાચી કેરીનું પ્રમાણ ઘટાડવું.
કેરીની સાથે પેનમાં ખાંડ ઉમેરવી. ખાંડ ઉમેર્યા બાદ તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરી દેવું.
કાચી કેરી કુક થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે બધી જ સામગ્રીને ઉકાળો. ( ફ્રુટી બનાવવા માટે તમે બંને કેરીને ક્રશ કરીને પણ લઈ શકો છો. )
10 થી 15 મિનિટ બાદ કેરીનું મિશ્રણ તૈયાર થઈ જશે. આ મિશ્રણને એક બાઉલમાં સ્ટેનરની મદદથી ગાળી લેવું અને ઠંડુ થવા દેવું.
કેરીના મિશ્રણને મિક્સરમાં થોડું પાણી ઉમેરી અને ક્રશ કરી લેવું.
ક્રશ કરેલા મિશ્રણને પહેલાના જ બાઉલમાં પાણીમાં ગાળીને ઉમેરી દો.
તેમાં 4 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. તૈયાર કરેલી ફ્રુટીને કાચની બોટલમાં ભરી 15 દિવસ સ્ટોર કરી શકો છો.
મેંગો ફ્રુટી બનાવવાનો વીડિયો
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
Drink2 years ago
શેરડી વિના ઘરે બનાવો શેરડીનો રસ બનાવવાની રીત
-
Drink3 years ago
મેંગો ફ્રુટી બનાવવાની રીત
-
instant masala2 years ago
ગોળ કેરીના અથાણાનો આચાર મસાલો બનાવવાની રીત
-
streetfood2 years ago
ઘરેબેઠા બનાવો એકદમ ટેસ્ટી ઉલ્ટા વડાપાંઉ
-
main course12 months ago
ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક
-
streetfood2 years ago
માણેકચોકની પ્રખ્યાત ચોકલેટ આઈસ્ક્રીમ સેન્ડવીચ ઘરે બનાવવાની રીત
-
DESERT1 year ago
દૂધની ડેરી જેવો ડ્રાયફ્રૂટ મઠો ઘરે બનાવવાની પરફેકટ રીત