Connect with us

snacks

સુરતી લોચો બનાવવાની પરફેક્ટ રીત

Published

on

સ્ટ્રીટ ફૂડનું નામ આવતાની સાથે જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ મોટાભાગે સ્ટ્રીટ ફૂડ હેલ્ધી હોતા નથી તેથી લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ આજે તમને સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની રેસિપી જણાવીએ. આ વાનગી હેલ્ધી પણ છે અને ઘરે ઝટપટ બની પણ જાય છે. આ વાનગી છે સુરતી લોચો. સુરતી લોચો તમે બહાર ટેસ્ટ કર્યો પણ હશે પરંતુ તેને તમે તમારા ઘરે સરળતાથી બનાવી પણ શકો છો.

સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી


ચણાની દાળ – દોઢ કપ
દહીં – એક કપ
આદુની પેસ્ટ – 1 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 2 ચમચી
મરી પાવડર – 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર
તેલ – જરૂર અનુસાર
મરચું પાવડર- 1 ચમચી
હળદર- 1/2 ચમચી
ઈનો – 1/2 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી

સુરતી લોચો બનાવવાની રીત

1. સૌથી પહેલા ચણાની દાળ બરાબર રીતે ધોઈ અને 2 કલાક પલાળવી. 2 કલાક પછી તેનું પાણી બદલી તેને ચોખ્ખા પાણીમાં ફરીથી 5 કલાક માટે પલાળવી. 5 કલાક પછી દાળને ફરીથી ધોઈ અને તેને પાણીમાંથી નિતારી લેવી.
2. પલાળેલી ચણાની દાળને મિક્સરમાં વાટવા માટે લેવી. સાથે તેમા એક કપ દહીં ઉમેરવું. દહીંને બદલે તમે છાશ પણ લઈ શકો છો. છાલ લેવી હોય તો બે થી અઢી કપ લેવી.
3. દાળ અને દહીંમાં મીઠું, હળદર અને આદુ-મરચાંની પેસ્ટ પણ ઉમેરી અને કરકરું પીસી લેવું.
4. લોચાના બેટરમાં પાણી થોડું વધારે ઉમેરવું અને પાતળું બેટર બનાવવું. તૈયાર બેટરને ઢાંકી અને 6 કલાક આથો આવે તે માટે ગરમ જગ્યા પર મુકી દેવું.
5. આથો આવે પછી જરૂર જણાય તો મીઠું, હળદર અને મરચું પાવડર ઉમેરી દેવા. અને સ્ટીમરને ગરમ કરવા મુકવું.
6. સ્ટીમરની પ્લેટને તેલ લગાડી ગ્રીસ કરી લેવી. ત્યારબાદ બેટરમા ઈનો ઉમેરી તેને બરાબર હલાવી લેવું. હવે લોચાનું બેટર સ્ટીમરની પ્લેટમાં બરાબર રીતે પાથરવું. અને તેને સ્ટીમ કરવા મુકવું.
7. લોચા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી મરી પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈ બરાબર મિક્સ કરી લેવું.
8. 10 થી 12 મિનિટ બાદ સ્ટીમરમાંથી લોચો બહાર કાઢી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી લોચાનો મસાલો, સિંગ તેલ અને સેવ વડે ગાર્નિસ કરી સર્વ કરો.

સુરતી લોચો બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા ચણાની દાળ બરાબર રીતે ધોઈ અને 2 કલાક પલાળવી. 2 કલાક પછી તેનું પાણી બદલી તેને ચોખ્ખા પાણીમાં ફરીથી 5 કલાક માટે પલાળવી. 5 કલાક પછી દાળને ફરીથી ધોઈ અને તેને પાણીમાંથી નિતારી લેવી.


પલાળેલી ચણાની દાળને મિક્સરમાં વાટવા માટે લેવી. સાથે તેમા એક કપ દહીં ઉમેરવું. દહીંને બદલે તમે છાશ પણ લઈ શકો છો. છાલ લેવી હોય તો બે થી અઢી કપ લેવી.


દાળ અને દહીંમાં મીઠું, હળદર અને આદુ-મરચાંની પેસ્ટ પણ ઉમેરી અને કરકરું પીસી લેવું.


લોચાના બેટરમાં પાણી થોડું વધારે ઉમેરવું અને પાતળું બેટર બનાવવું. તૈયાર બેટરને ઢાંકી અને 6 કલાક આથો આવે તે માટે ગરમ જગ્યા પર મુકી દેવું.


આથો આવે પછી જરૂર જણાય તો મીઠું, હળદર અને મરચું પાવડર ઉમેરી દેવા. અને સ્ટીમરને ગરમ કરવા મુકવું.


સ્ટીમરની પ્લેટને તેલ લગાડી ગ્રીસ કરી લેવી. ત્યારબાદ બેટરમા ઈનો ઉમેરી તેને બરાબર હલાવી લેવું. હવે લોચાનું બેટર સ્ટીમરની પ્લેટમાં બરાબર રીતે પાથરવું. અને તેને સ્ટીમ કરવા મુકવું.


લોચા માટેનો મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં એક ચમચી મરી પાવડર, મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું લઈ બરાબર મિક્સ કરી લેવું.


10 થી 12 મિનિટ બાદ સ્ટીમરમાંથી લોચો બહાર કાઢી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી લોચાનો મસાલો, સિંગ તેલ અને સેવ વડે ગાર્નિસ કરી સર્વ કરો.

સુરતી લોચો બનાવવાનો વીડિયો

snacks

મેંદાના બદલે ટ્રાય કરો ઘઉંના લોટમાંથી બનાવો ક્રિસ્પી ફરસી પુરી, નોંધી લો બનાવવાની રીત

Published

on

By

ચા સાથે નાસ્તામાં ટેસ્ટી અને ક્રિસ્પી પુરી નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. ફરસી પુરી બાળકોને સ્કુલના નાસ્તામાં પણ આપી શકાય છે અને બાળકો હોંશે હોંશે ખાઈ પણ લેતા હોય છે. પરંતુ આ પુરી મેંદાના લોટની બનેલી હોય તો પછી તેને નિયમિત રીતે ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે ફરસી પુરીમાં મેંદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરો છો તો સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેની ચિંતા દુર થઈ શકે છે. હવે જો તમને એ પ્રશ્ન હોય કે ઘઉંના લોટમાંથી પુરી બનાવવી કેમ તો તે પણ જણાવીએ દઈએ આજે.

ઘઉંના લોટની ફરસી પુરી માટેની સામગ્રી

ઘઉંનો લોટ – દોઢ વાટકી
જીરું પાવડર – દોઢ ચમચી
મરી પાવડર – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
ઘી – દોઢ ચમચી
હળદર – અડધી ચમચી
તેલ – પુરી તળવા માટે
પાણી – જરૂર મુજબ

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની રીત

1. સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મરી પાવડર, જીરું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લો.
2. ત્યારબાદ લોટ અને મસાલાના મિશ્રણમાં દોઢ ચમચી ઘી ઉમેરી લોટને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડુ થોડુ પાણી ઉમેરતા જવું અને કડક કણક બાંધવી.
3. લોટમાં થોડું ઘી ઉમેરી બરાબર મસળી અને 5 મિનિટ રેસ્ટ આપો.
4. તૈયાર કરેલા લોટમાંથી નાનો લુઓ લઈ પુરી વણવી. તેના પર ઘી લગાવી થોડો લોટ છાંટી અને પુરીને ફોલ્ડ કરવી. ત્યારબાદ ફરીથી ઘી અને લોટ લગાવીને પુરીને ત્રિકોણ શેપમાં વણી લેવી.
5. આ રીતે બધી જ પુરી તૈયાર કરી તેમાં કાંટા ચમચી વળી કાણા પાડી દેવા જેથી પુરી અંદરથી કાચી ન રહે.
6. પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ ગરમ તેલમાં ધીમા તાપે પુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
7. તૈયાર કરેલી ફરસી પુરી ઠંડી થાય ત્યારબાદ એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરવી.

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ તેમાં મરી પાવડર, જીરું પાવડર, હળદર અને મીઠું ઉમેરી બરાબર મીક્સ કરી લો.


ત્યારબાદ લોટ અને મસાલાના મિશ્રણમાં દોઢ ચમચી ઘી ઉમેરી લોટને બરાબર મિક્સ કરો. ત્યારબાદ થોડુ થોડુ પાણી ઉમેરતા જવું અને કડક કણક બાંધવી.


લોટમાં થોડું ઘી ઉમેરી બરાબર મસળી અને 5 મિનિટ રેસ્ટ આપો.


તૈયાર કરેલા લોટમાંથી નાનો લુઓ લઈ પુરી વણવી. તેના પર ઘી લગાવી થોડો લોટ છાંટી અને પુરીને ફોલ્ડ કરવી. ત્યારબાદ ફરીથી ઘી અને લોટ લગાવીને પુરીને ત્રિકોણ શેપમાં વણી લેવી.


આ રીતે બધી જ પુરી તૈયાર કરી તેમાં કાંટા ચમચી વળી કાણા પાડી દેવા જેથી પુરી અંદરથી કાચી ન રહે.


પેનમાં તેલ ગરમ થાય ત્યારબાદ ગરમ તેલમાં ધીમા તાપે પુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.

તૈયાર કરેલી ફરસી પુરી ઠંડી થાય ત્યારબાદ એરટાઈટ કંટેનરમાં સ્ટોર કરવી.

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાનો વીડિયો

Continue Reading

snacks

ફરસાણની દુકાન જેવા સેન્ડવીચ ઢોકળાની રેસીપી

Published

on

By

દરેક ગુજરાતીના ઘરમાં અઠવાડિયામાં એકવાર તો ઢોકળા ખવાતા જ હશે. ઢોકળા એવી વાનગી છે જે નાના-મોટા સૌ કોઈને ભાવે. જો તમે પણ ઢોકળા ખાવાના શોખીન છો અને ખાસ તો તમને બજારમાં મળતા સેન્ડવીચ ઢોકળા ખૂબ જ ભાવે છે તો હવેથી તમારું એક ટેન્શન દુર થઈ જશે. તમારે દર વખતે સેન્ડવીચ ઢોકળા બજારમાંથી લાવવા નહીં પડે. આજે તમને ઘરે જ ફરસાણની દુકાને મળતા હોય તેવા જ ઢોકળા કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની સામગ્રી

ઈડલીનું ખીરું – 1 કિલો
ઈનો – 1 ચમચી
ગ્રીન ચટણી – જરૂર અનુસાર
કોપરાનું છીણ – 3 ચમચી
કોથમીર – 4 ચમચી
લીમડો – 5 થી 6 પાન
લીલા મરચાં – 3
તલ – 1 ચમચી
તેલ – જરૂર અનુસાર
રાઈ – 1 ચમચી
જીરું – 1 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર

ગ્રીન ચટણી બનાવવાની રીત

ફુદીનો, કોથમીર, લસણ, લીલા મરચાં, આદુનો ટુકડો, ખાંડ, મીઠું, લીંબુનો રસ અને થોડા દાળીયા લેવા. આ બધી જ વસ્તુને મિક્સરમાં બરાબર વાટી અને જાડી ચટણી તૈયાર કરવી.

સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

1. સૌથી પહેલા ગેસ પર ઢોકળીયું ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ ઈડલીના ખીરામાં 3થી 4 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.
2. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઈનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.
3. ઢોકળીયાની થાળીને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી અને 5 મિનિટ તેને ઢાંકીને બફાવા દો.
4. 5 મિનિટ પછી ઢોકળા ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.
5. ચટણીની ઉપર ફરીથી ઢોકળાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરી દેવું. અને ઢોકળાને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દો.
6. ઢોકળા થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દેવા અને પછી તેને મનપસંદ આકારમાં કટ કરી લેવા.
7. ઢોકળાના વઘાર માટે એક પેનમાં 5 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, લીલા મરચાં એડ કરી તેને ઢોકળા પર સ્પ્રેડ કરો.
8. ત્યારબાદ કોથમીર અને કોપરાનું છીણ ઉપર એડ કરી ગરમાગરમ સર્વ કરો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા ગેસ પર ઢોકળીયું ગરમ કરવા મુકી દેવું. ત્યારબાદ ઈડલીના ખીરામાં 3થી 4 ચમચી તેલ ઉમેરી મિક્સ કરવું.


ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ઈનો પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.


ઢોકળીયાની થાળીને તેલથી ગ્રીસ કરી તેમાં ખીરું પાથરી અને 5 મિનિટ તેને ઢાંકીને બફાવા દો.


5 મિનિટ પછી ઢોકળા ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવી.


ચટણીની ઉપર ફરીથી ઢોકળાનું ખીરું બરાબર રીતે સ્પ્રેડ કરી દેવું. અને ઢોકળાને 10થી 15 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ થવા દો.


ઢોકળા થઈ જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દેવા અને પછી તેને મનપસંદ આકારમાં કટ કરી લેવા.


ઢોકળાના વઘાર માટે એક પેનમાં 5 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ, લીમડો, લીલા મરચાં એડ કરી તેને ઢોકળા પર સ્પ્રેડ કરો.


ત્યારબાદ કોથમીર અને કોપરાનું છીણ ઉપર એડ કરી ગરમાગરમ સર્વ કરો.

સેન્ડવીચ ઢોકળા બનાવવાનો વીડિયો

Continue Reading

snacks

પૌઆમાંથી બનતો એક નવો જ નાસ્તો ‘પૌઆ બોલ્સ’

Published

on

By

રૂટિનમાં આપણે બટાકા પૌવા તો ખાતા જ હોઈએ છે પણ આજે આપણે એવો જ ટેસ્ટ એક નવા સ્વરૂપમાં જોઈશું. જે તમે એક વાર બનાવશો તો બધા આંગળા ચાટી ચાટીને ખાશે. આ નાસ્તો બનાવવો એકદમ સરળ છે અને ઝડપથી બની જાય છે. તો આ એકદમ નવો નાસ્તો બનાવવા માટેની રીત જોઈલો અને ઘરે જરૂર બનાવવાનો પ્રયત્ન કરજો.

પૌઆ બોલ્સ બનાવવા માટેની સામગ્રી

પૌઆ – 250 ગ્રામ
બાફેલા બટેટા – 2 નંગ
કોથમીર – 2 ચમચી
લીલા મરચાંની પેસ્ટ – 2 ચમચી
ઓરેગાનો – દોઢ ચમચી
ચીલી ફ્લેક્સ – 2 ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – 2 ચમચી
ગરમ મસાલો – 2 ચમચી

પૌઆ બોલ્સ બનાવવાની રીત

1. સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.
2. ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.
3. ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.
4. ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.
5. હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.
6. તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.
7. તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
8. તળેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાના સ્ટેપ્સ

સૌથી પહેલા પૌઆને 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા.


ત્યારબાદ એક બાઉલમાં પલાળેલા પૌઆ લઈ તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો.


ત્યારબાદ પૌઆ અને બટેટામાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરો.


ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મીઠું લાલ મરચું પાવડર અને ગરમ મસાલો ઉમેરો.


હવે બધી જ સામગ્રીને હાથથી બરાબર મસળી અને બોલ્સ બને તેવું મિશ્રણ તૈયાર કરી લેવું.


તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના બોલ્સ બનાવી લેવા.


તૈયાર કરેલા બોલ્સને ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.


બોલ્સને તળી ટીસ્યુ પેપર પર કાઢી લો.


તૈયાર કરેલા બોલ્સમાં ટુથપીક લગાવી ગ્રીન ચરણી અને કેચઅપ સાથે સર્વ કરો.

પૌઆ બોલ્સ બનાવવાનો વીડિયો

Continue Reading

Trending

Copyright © 2019 - 2022 Gujarati Rasodu.